SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનનાં પ્રકીર્ણ કિરણે [૪૮૯ ભાવ–આ વગેરે વિહિત થયેલી ધર્મકરણી છે. તે સિવાયની જે -જે કરણએ ગૃહસ્થ કરે, તે શ્રવ કે સંવર? એ જ તમારો પ્રશ્ન છે ને? ઘર બંધાવવાં, વેપાર-રોજગાર ચલાવવા છોકરા-છોકરી પરણાવવાં, એ આશ્રવ કે સંવર? એ જ તમે પૂછવા માગે છે ને ? જે “હા” તે હું તમને પૂછું છું કે-વેપાર-રોજગાર વગેરે કરનારો ગૃહસ્થ સમ્યકત્વ કે દેશવિરતિમાં છે કે તેની બહાર છે ? સમ્યગદષ્ટિ આત્મા દેશવિરતિને સ્વીકાર કરે છે; તે એટલા માટે કે સર્વવિરતિ લેવાની તાકાત નથી. હવે એ આત્મા પિતે જે દેશવિરતિને સ્વીકાર કરે છે, તે સિવાયની અવિરતિને આશ્રવ માને કે ? સંવર? સમ્યગ્દષ્ટિ આત્માની માન્યતા એ જ હેય છે કે–અવિરતિ માત્રને શ્રી જિનેશ્વરદેએ હેય ગણી છે, માટે તેને સર્વથા ત્યાગ કર્યા વિના આત્માની મુક્તિ થઈ શકે તેમ નથી. આવું માનનારે આત્મા અવિરતિને આશ્રવ માને કે સંવર? આ સર્વવિરતિ નહીં લઈ શકનારા આત્માઓ માટે “સમ્યકૃત્વમૂળ બારવ્રત રૂપ દેશવિરતિને ઉપદેશ આપી, ગૃહસ્થાવાસમાં રહેવા છતાં યથાશક્તિ મોક્ષમાર્ગ આરાધી શકાય એવી યેજના શ્રી જિનેશ્વરદેવોએ કરી આપી, એને અર્થ એ નથી કે ગૃહસ્થાવાસની સઘળી ક્રિયાઓ કરવી જ એવી પ્રભુની આજ્ઞા છે. પાંચમા પ્રભાવક “તપસ્વી” પણ જિનશાસનના મેટા પ્રભાવક છે. તે તપસ્વી તપગુણને દીપાવે, ધર્મને રેપે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને ગેપ નહીં; એવા હોય છે. જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને ગોપવે તે વાસ્તવિક રીતે તપસ્વી હોય જ નહીં. એ ધર્મને રોપે અને એનાથી તપગુણ આપે એ બને જ કેમ? સભા અત્યંતર તપ તે સહુથી થાય એવું છે ને? આજ્ઞા વગર અત્યંતર ત૫ લાવે ક્યાંથી? આજની દુનિયામાં , તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેનારને પગ પકડીને ખેંચનારા ઘણું છે, ત્યાં એ તારકની આજ્ઞામાં ટકી રહેવું એ નાનીસૂની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy