________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર નહિ ? બીજા બધામાં રસ આવે અને તત્વની વાતમાં રસ ન આવે એટલે જ્ઞાનની પ્રાપ્તિના દરવાજા બંધ છે, એમ માનવું પડે ને ?
પિતાને ગુણ પણ પિતાને ગમે નહિ ;
હમણાં હમણાંમાં ધર્મની બાબતમાં એવું વાતાવરણ સર્જાતું જાય છે કે–અજ્ઞાનમાં સુખ અને જ્ઞાનની બેદરકારી. તત્વની વાતમાં ઊતરવું, એ કેટલાકને પંચાત જેવું લાગે છે. ધર્મની કઈ પણ વાત નીકળે અને પોતે જાણતું ન હોય, તે જરા પણ ક્ષોભ વિના. એમ કહી દે કે આપણે તે દૂરથી નમસ્કાર કરવાનું રાખ્યું છે, એટલે નિરાંત છે. આ પૂજા કરીએ છીએ, કઈ વાર મન થઈ જાય. તે જ્યાં સાધુ મહારાજ હોય ત્યાં અપાસરે જઈ આવીએ છીએ. અને જે બને તે ક્રિયા કરીએ છીએ. એમાં ઊંડા ઉતરીએ, તે આપણે આપણું જોઈ બેસીએ.” સઘળાં જ પાપાના મૂળ એવા મિથ્યાત્વને ટાળવાને માટે અને સઘળાય ધર્મોના પાયા. સમાન સમ્યકત્વને પામવાને માટે, શાસ્ત્ર કહે છે કેતત્ત્વજ્ઞાન મેળવીને, તાના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત મતિવાળા બનવાની જરૂર છે; ત્યારે, આજના કેટલાક મૂર્ખાઓ તત્વની વાતને સમજવાનો પ્રયત્ન કરે, એમાં પણ પોતાની પાસે જે કાંઈ હોય, તેને બેઈ નાંખવા. જેવું માને છે !
- જ્ઞાન, એ તે આત્માને ગુણ છે. એ ગુણના અભાવમાં અને એ ગુણને પામવાની બેદરકારીમાં સુખની કલ્પના આવે, ત્યારે વિચારો કે-મિથ્યાત્વ જીવને કેટલું બધું ભયંકર કેટિનું નુકસાન કરે છે ? પિતાને ગુણ પણ પિતાને ગમે નહિ, એ ઓછું નુકસાન છે. એવું નુકસાન મિથ્યાત્વ જ કરી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org