SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણા [ ૪૫૩ સ॰ અમારા પોતાના કરતાં સાધુ કાંઈક અધિક છે, એમ માનીને સાધુને જોઈને અમને આનંદ થાય છે. 6 સાધુમાં અધિકતા છે’–એમ લાગે અને એથી સાધુને જોઈ ને આનંદ થાય, ત્યારે એ વિચારવુ જોઇએ કે–સાધુમાં અધિકતા કચી છે? એમની સાધુતા, એ જ એમની અધિકતા છે. એ સાધુતા આપણી પાસે નથી અને એમની પાસે છે, આત્માના કલ્યાણને માટે એ સાધુતા જરૂરી છે, માટે આપણે એમની પાસેથી એ જ સાધુતા પામવી છે, અને આપણા આત્માને આ સંસારથી મુક્ત બનાવવા છે એવી મનેાદશા જેની છે, તેવા આત્મામાં સમ્યગ્દન રૂપી સૂર્ય ઉદય પામ્યા છે અગર તે! તે ઉદેય પામવાની તૈયારીમાં છે. સાચા સાધુ દુનિયાના ત્યાગી જ હાય. ‘ દુનિયાના ત્યાગી ન હાય તે સાચા સાધુ જ નહિ.' એ માન્યતા આ દેશમાં રૂઢ હતી, પણ આજકાલ જેને—તેને સાધુ કહેવાની પણ કુટેવ વધી પડી છે. તી શબ્દના જેમ વ્યભિચાર કરાય છે, તેમ સાધુ શબ્દને પણ આજે વ્યભિચાર કરાય છે, જે ન થવા જોઈ એ. સાધુ કયા ઇરાદે ગમવા જોઇએ ? દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણેય વિષયમાં આત્માએ સુસ્થિર બની જવુ જોઈએ. ગમે તેને દેવ ન મનાય, ગમે તેને ગુરુ ન મનાય અને ગમે તેને ધર્મ ન મનાય. સમ્યગ્દષ્ટિ તે કહેવાય, કે જે નામના દેવનાય ત્યાગી હાય, નામના ગુરુનેય ત્યાગી હોય, અને નામના ધર્મના પણ ત્યાગી હોય. તેમજ સુદેવ, સુગુરુ અને સુધર્માંના ઉપાસક હાય. સામાન્યપણે દેવ-ગુરુ-ધર્મની તરફ પ્રેમ થાય, સૌંસાર તરફ અરુચિ થાય અને મેાક્ષ તરફ પ્રીતિભાવ પ્રગટે, એ સમ્યગ્દર્શન ગુણુ આત્મામાં પ્રગટવાના છે એમ સૂચવે છે. પછી આત્મા શેાધક બને છે. એ જુએ છે કે— કયા દેવની, કયા ગુરુની અને કયા ધર્મની સેવાથી આત્મા સંસારથી મુક્ત બની શકે ? ધીરે ધીરે એ આત્મામાં કુદેવ, કુશુઠ્ઠું અને કુધર્મ પ્રત્યે અરુચિ પ્રગટે છે. કુવાદિ પ્રત્યે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy