________________
૪૫ર ]
સમ્યગદર્શન- બધી વસ્તુઓ આત્માના હિતની ઘાતક હોવા છતાં પણ, વિષય-કષાય રૂપ સંસાર સુંદર છે, એવું બોલનારા પણ છે; પરન્તુ એવાઓને વિવેકી આત્માઓ તે પ્રાણગણના વેરી જ માને છે. સંસારમાં જે જેટલે સાચે ત્યાગી અગર તે સંતેષી અધિક હાય, તેટલો તેજ વધારે સારા અને સુખી હેઈ શકે.
સમ્યગ્દર્શન પામવાને ઉષઃકાળ : સાધુ ત્યાગી હોય છે એ તે જાણે છે ને? સાધુઓ જે ગામમાં જાય, તે ગામમાં જઈને પણ તેઓ કરે શું ? એ ગામની દુન્યવી ખબર પૂછે કે-ધનપ્રાપ્તિ આદિના આશીર્વાદ આપે, એ વાત જ અશક્ય છે. ત્યાગી પુરુષે તે વિષય અને કષાયને છેડવાની જ વાત કરે. એવા સાધુઓને જોઈને તમને આનંદ થાય કે ખેદ થાય? જે ખેદ થતું હોય તે સમજે કે–તમારામાં સંસારને રાગ ગાઢ છે. સાધુ શબ્દ જ એ છે કે–એને વિરોધ કર
એ જ ગુનો છે; પણ, જેઓ વિષય અને કષાયના પૂજારી છે, તેઓને સાચા સાધુના દર્શનથી કે સાચા સાધુઓના આવાગમનના સમાચાર સાંભળતાં આનંદ નથી આવતું. એમાં જે આનંદ આવે, તે સમ્યગ્દર્શન રૂપી સૂર્ય અંતરમાં ઉદય પામવાને ઉષઃકાળ આવ્ય, એમ સમજવું. સાચા સાધુ આવવાના સમાચારથી હૃદયમાં જેને આનંદ થાય, તેને ત્યાગની સુવાસ ગમે છે, એમ માનવું જ પડે. સાધુના સહવાસથી જેને અંતરમાં સાચે આનંદ થાય, તેને ત્યાગ ગમે જ કારણ કે વિવેકપૂર્વકનો ત્યાગ એજ સાધુની સાચી સુવાસ છે.
સાધુ સંસારના
- ત્યાગી જ હોય ? તમને સાધુ શાથી ગમે છે ? કહે કે–વિષય-કષાય સ્વરૂપ સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે, અને મેક્ષ તરફ જવાના રસ્તે બતાવે છે માટે! એથી એ સિદ્ધ થાય છે કે–સંસાર જેને ખરાબ લાગે અને મુક્તિ જેને સારી લાગે, તેને જ સાધુ ગમે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org