________________
|
સમગ્રદર્શન-૧
૪૧૨] અને તેમ કરવું એ કલ્યાણમાર્ગના અનુયાયી તરીકે તમારી અનિવાર્ય ફરજ છે. કારણ કે-ફરી ફરી આવી સામગ્રી મળવી ઘણી જ મુશ્કેલ છે.
સમ્યગ્દષ્ટિ આત્માઓ
પણું સાવધ રહે - કષાયે, એ આત્માના ભયંકર શત્રુઓ છે એ વાત જેમને સમજાઈ જાય, તેઓ કષાય ઉપર વિજય મેળવવાને માટે ઉત્સાહિત બને અને તેવા આત્માઓએ પોતાની વિષયવાસના ઉપર વિજય મેળવીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જ આધીન જીવન જીવવાને પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગ્દર્શન ગુણને પામવાના યેગે આવું સમજાઈ ગયા પછીથી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જ આધીન મારું જીવન કયારે બને ?–એવી મનવૃત્તિ પ્રગટ્યા પછીથી પણું, અપ્રત્યાખ્યાન કષાયે જીવને દેશથી ય વિરતિ પામવામાં અંતરાય કરનારા નીવડે છે, એ કષાયની કેટલી બધી પ્રબળતા છે? આવા સમ્યગ્દષ્ટિ આત્માઓ કાંઈ પિતાને અપ્રત્યાખ્યાન કષાયને ઉદય હોય, તે ય તિર્યંચગતિના આયુષ્યને ઉપાર્જતા નથી, પણ એ કષાયને ઉદય જે જોરદાર બની જાય અને સમ્યગ્દષ્ટિ આત્મા પણ જે ગાફેલ બની જાય, તો એ કષાયે કદાચ પિતાના મિત્ર અનંતાનુબંધી કષાયોને ઘસડી લાવે અને સમ્યક્ત્વને વમાવી દે એ પણ શક્ય છે. ક્ષાયિક સમ્યકત્વના ધણુ એવા આત્માઓ, જે તેઓને અપ્રત્યાખ્યાની કષાયને ઉદય વર્તતે હોય, તે દેશથી પણ વિરતિને પામી શકે નહિ, પરંતુ એ આત્માઓને વિરતિવાળા જીવન પ્રત્યેને રાગ અસાધારણ કટિને હેય છે. બધા તે કાંઈ ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા હોતા નથી, એટલે ક્ષાપશમિક સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓએ સદા પોતાના સમ્યગ્દર્શન ગુણને નિર્મલ બનાવવાને પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એ માટે જેમ ભગવાન શ્રી જિનેશ્વરકેની સેવા અને નિગ્રંથ મુનિવરની ઉપાસના આદિ કરતા રહેવું જોઈએ, તેમ તેના સ્વરૂપને જાણવાને પણ પ્રયત્ન કર્યા કરે જોઈએ તથા ક્યારે હું એકાંતે આ માર્ગને સેવનારો બનું.”—એવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org