SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૩૮૯ જચી ન હોય; તે એ વાતને હૈયામાં ચાવવી જોઈએ. આત્માને પૂછવું જોઈએ કે-બેલ, તને શ્રી જિનેશ્વરદેએ જે વસ્તુ જે સ્વરૂપે દર્શાવી છે તે જ વાસ્તવિક છે એમ લાગે છે? એ તારકેએ જેને ઉપાદેય કહી, એ તારકેએ જેને ય કહી, એ તારકેએ જેને હેય કહી, તે મુજબ લાગે છે? ઉપાદેય કહી તે ઉપાદેય જ લાગે છે? હેય કહી તે હેય જ લાગે છે? ય કહી તે ય જ લાગે છે?” દરેકે પિતાને આત્માની સાથે એ વિચાર કરે જરૂરી છે. મેહ મંઝવે એ બને પણ હેયમાં ઉપાદેયબુદ્ધિ આવે એનું શું? શ્રી જિનેશ્વરદેવેએ સંસારને દુઃખમય કહ્યો છે, દુખફલક કહ્યો છે અને દુખપરંપરક કહ્યો છે. આત્માને પૂછે કે-“સંસાર તને કે લાગે છે ?” શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તે જ સાચું અને નિઃશંક, એમ કહેનારા તમને શું સંસાર દુઃખમય છે, દુઃખફલક છે અને દુખપરંપરક છે એમ લાગે છે ? જે હૃદયપૂર્વક એમ લાગતું હોય તે એટલું પણ ખુશી થવા જેવું છે, પરંતુ એને બદલે સંસાર સુખરૂપ લાગે, પૌગલિક સંગે ખૂબ ગમે, એ મળે તે એમાં ગુલતાન બનાય, એ જાય તે ને સુધરે એ સનિપાત થાય, એ વધે એની જ રાતદિવસ ચિન્તા રહ્યા કરે, જિંદગીમાં ક્યારેય પણ એમ ન થાય કે-આ છૂટે તે સારું, કદી પણ આત્માને એ બળાપ ન થાય કે હું પરમાં મૂંઝાઈ રહ્યો છું તે મારું થશે શું, અને દિનરાત એને જ મેળવવાની, ભેગવવાની, વધારવાની અને સાચવવાની વિચારણા ચાલ્યા કરે તેમ જ આ ન હોય તે સુખ જ નથી એમ થાય, તે એ દશા કઈ એ વિચારજે ! કઈ કહી દે કે–આ ચોવીસ કલાક બાદ જશે અને એવી ખાત્રી હોય તે ન સુધરે એ સનિપાત થાય, એ શું? મેહ મૂંઝવે એ બને, પણ હેયમાં ઉપાદેયબુદ્ધિ આવે એનું શું ? પગલિક સંગોને પર માનનારની દશા કયી હોવી જોઈએ ? આ બધું બરાબર વિચાર, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy