________________
૩૫૪]
સમ્યગૂદન-૧ પડે છે પણ, એનું તમને દુઃખ છે? જો હા, તે આમાં તમે “હા” કહે, એમાં દંભ શું છે? આ દુઃખ નહિ હોય તે તે આત્મામાં સમજ પ્રગટાવીને પેદા કરવું પડશે. આ પ્રકારનું પાપના અણગમાને લઈને પેદા થતું દુઃખ પ્રગટ્યા વિના સમ્યકત્વ આવવાનું નથી. પાપને ડર પેદા થયા વિના સમ્યક્ત્વ આવે? ન જ આવે ને? ત્યારે સમ્યગ્દષ્ટિને પાપને ડર ન હય, એ બને ખરું?
ફરજ તે સાધુ થઈને
મેક્ષ સાધવાની અનન્તજ્ઞાનીઓએ જેને જેને ખરાબ કહ્યું છે એ બધું ખરાબ જ લાગવું અને તે આચરવું પડતું હોય તે પણ એને છોડવાનું મન સદા બન્યું રહેવું, એ સહેલું છે? સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાએ જેમાં જેમાં સુખ માન્યું છે, તેમાં તેમાં દુઃખ જુએ છે. દુનિયા જેને સારું માને છે, તેને એ જીવ ખરાબ માને છે. દુનિયા જેને સુખની લાલચને આધીન બનીને ભેગવવામાં ગાંડી બને છે, તેને આ ભેગવે છે તે તેને તત્કાલીન દુઃખનું શમન કરવાના ઉપાય તરીકે ભગવે છે અને તેય પાપ રૂપ છે એમ માનીને ભેગવે છે. આવા ઉત્તમ જીવને નરકગતિમાં શી તાકાત છે કે ખેંચી શકે? ત્યારે, તિર્યંચગતિમાંય શી તાકાત છે કે એને ખેંચી શકે ? તમે સંસારમાં બેઠા છો અને ભેગાદિ ભેગવે છે, પણ એનું તમારે મન સુખ છે કે દુઃખ છે? સ, સુખેય ન લાગે અને દુખેય ન લાગે, પણ ફરજ સમજીને
કરીએ તે ? આમાં વળી ફરજ શાની આવી? તમે હાથે કરીને ભૂતાવળ ઊભી કરી છે કે તમારું મન નહિ છતાં આવીને વળગી છે? તમે એમ કહો કે–એવા સંગમાં બેઠા છીએ કે જેથી થેડીક ચિન્તા કરવી પડે છે, પણ મન તે બધા સંગથી છૂટી જવાનું છે. ખરી ફરજ તે મનુષ્યપણું પામીને સાધુપણું પામવાની છે અને સાધુપણાને પામીને ઝટ મોશે પહોંચી જવાની છે. એ ફરજ સૂઝતી નથી અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org