SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ રક ચારી , અસત્ય, મધ્યમ ) ૩૦૬ ] સમ્યગદર્શન-૧. નહિ? એ કારણે, એ હિંસાદિક પાપસ્થાનોને પણ સેવે કે નહિ? છતાં પણ, શાસ્ત્ર એમ કેમ લખે છે કે–જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, તે જીવને માટે નરક-તિર્યંચનાં દ્વાર બંધ થઈ જાય છે. આ હિંસાનું ઉત્કટ ફળ કયું? નરક! અસત્યનું ઉત્કટ ફળ કયું? નરક ! ચોરીનું ઉત્કટ ફળ કયું? નરક ! વિષયભેગનું ઉત્કટ ફળ કયું? નરક! હિંસા, અસત્ય, ચેરી, મિથુન અને પરિગ્રહનું ઉત્કટ ફળ એટલે અન્તિમ ફળ નરક અને મધ્યમ ફળ તિર્યચપણું–આવું પણ શાસ્ત્ર કહે છે; અને, “જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામ્યા હોય. તે જીવને માટે નરગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઈ જાય છે”—અડવું પણ શાસ્ત્ર કહે છે; તે, એને મેળ તે બેસાડ પડશે. ને? શાસ્ત્રમાં તે એને મેળ બેસાડેલે જ છે, પણ તમારે સમજવાને માટે આ બેય વાતને મેળ તમારા મનમાં પણ બેસાડવો પડશે ને? શાસ્ત્ર એટલું જ કહીને અટક્યું નથી કે–“સમ્યગ્દષ્ટિ જીવને માટે નરક-તિર્યંચગતિનાં દ્વાર બંધ.” પણ શાસ્તે આગળ વધીને એમેય. કહ્યું છે કે-“સમ્યગ્દષ્ટિ જીવને દેવતાઈ સુખે, માનષિક સુખ અને મુક્તિસુખ સ્વાધીન !” તે આ વાત તમે તમારી બુદ્ધિમાં કયી રીતે બંધબેસતી કરે છે? માત્ર સાધુઓ માટે કહ્યું નથી ? તમે એવું તે માનતા નથી ને કે–આ વાત સાધુઓને જ ઉદ્દેશીને લખાઈ છે? સાધુપણું પામેલાને માટે જ આ વાત ઘટે, એવું તે કાંઈ તમે સમજ્યા નથી ને? અહીં તે નરમ એટલે કે “સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે.”—એમ લખ્યું છે. જે તમે એમ માનતા હો કે-સાધુપણને જ સાર રૂ૫ માનનારા જેને માટે આ લખ્યું છે, તે એ સમજ કાંઈ ખુંટી નથી, કારણ કે–જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવને એમ લાગ્યા વિના નથી. રહેતું કે- જીવે જીવવા જેવું એક ભગવાનનું કહેલું સાધુપણું જ. છે.” સમ્યગ્દર્શન ગુણને સૂચક એ આત્માનો જે પશમભાવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy