________________
૩૩૬]
સમ્યગ્ગદશન–૧. કરતાં આત્માને પણ કાંક્ષા માનવી અર્થાત તે આત્મા કાંક્ષાદોષથી દૂષિત માન; કારણ કે–એવી કાંક્ષા પણ સમ્યક્ત્વના અતિચાર રૂપ છે. એનું કારણ એ છે કે એવી કક્ષા એ શ્રી તીર્થંકરદેવે એ જે વસ્તુને પ્રતિષેધ કર્યો છે એને આચરણ સ્વરૂપ છે અને એ જ કારણે એવી કાંક્ષા સમ્યકત્વને મલિનપણમાં હેતુભૂત છે.
કાંક્ષાનું આ સ્વરૂપ જે દાનમાં આવી જાય તે ઉપકારીઓએ ફરમાવ્યા પ્રમાણે લે કેત્તર મિથ્યાવને માનવામાં આનાકાની કરવાનું કાંઈ જ કારણ નથી. ઉપકારીઓને આ કથનને નહિ માનતાં પિતાની સ્વછન્દી કલ્પનાઓથી એની સામે ચેડાં કરવાં, એ તે ભયંકર પાપાચરણ છે. ધર્મને પામ્યા પછીથી પણ જે આત્માએ ધર્મમાં સુસ્થિર રહેવું હોય, જીવનભર એની આરાધનામાં ઉજમાળ રહેવું હેય અને વહેલામાં વહેલું શિવપદ સાધવું હોય તે દર્શન મેહનીયને ઉદય ન થઈ જાય—એવા વાતાવરણમાં અને એવી દશામાં રમવું જોઈએ. અન્યથા અગ્ય વાતાવરણ અથવા તે અગ્ય દશાને આધીન થઈ જવાથી જે દર્શન-મેહનીચને ઉદય થઈ ગયો તે શંકા આદિ દોષ પ્રસાર પામવાના, એથી મન કલુષિત થવાનું અને પરિણામે જે તારકનાં વચનથી સન્માર્ગને પામ્યા હશે, તે જ તારકના વચને પ્રત્યે અરુચિ જાગવાની. એ રીતે શ્રી જિનવચનની રુચિ જવાથી અને શ્રી જિનવચનની અરુચિ થવાથી પામેલા ધર્મને હારી જવાશે અને સંસારમાં રૂલવાનું ચિરકાલ માટે ચાલુ રહેશે. માટે પોતાના સમ્યગ્દર્શન ગુણને શંકાદિ દોષથી દૂષિત ન બનાવવા ઈચ્છનારે એવા અગ્ય વાતાવરણથી દૂર રહેવાને અથવા અગ્ય દશાને આધીન ન થઈ જવાને પ્રયત્ન સતત જારી રાખવું અત્યંત આવશ્યક બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org