________________
સમ્યગ્દર્શનને સૂર્યોદય
શુદ્ધ આસ્તિકતા એ
સમ્યફત્વનું કાર્ય–કારણું જાણકાર એ પણ માણસ જે કૈધને વશ બની જાય, અથવા તે લોભને વશ બની જાય, અથવા તે ભયને વશ બની જાય, અથવા તે પછી એ જે હાસ્યને વશ પણ બની જાય, તે એનાથી મૃષા વચન ઉચ્ચારાઈ જવું, એ ખૂબ જ સંભવિત છે. એટલે, શ્રી જિનક્તિ તત્ત્વસ્વરૂપના જ્ઞાતા બનેલાઓએ પણ ક્રોધાદિના ઉદયથી સાવધ જ બન્યા રહેવું જોઈએ, પરંતુ જેઓ પિતાનાં ચાર ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને વીતરાગ પણાને પામે છે, તેઓ ક્રોધ, લેભ, ભય અને હાસ્ય આદિથી પણ સર્વથા મુક્ત બની ગયેલા હોય છે. અને સર્વગ્રપણાને પણ તેઓ જ પામે છે, કે જેઓ પહેલાં પરિપૂર્ણ એવી વીતરાગ દશાને પ્રાપ્ત કરે છે. - જે વીતરાગ ન હોય, તે સર્વજ્ઞ તે હેય જ નહિ; અને જે સર્વ ન હોય, તે પ્રત્યેક પદાર્થના પ્રત્યેક વરૂપને કેવી રીતે જાણું શકે ? આંખનું તેજ ઘણું હોય અને નિર્મલ એવું પણ હથેલીમાં રહેલું હોય, તે નિર્મલ પાણીને જેટલી સારી રીતે જોઈ શકાય, તેથી પણ અધિક સારી રીતે પ્રત્યેક વસ્તુને સર્વજ્ઞ જોઈ શકે. ચર્મચક્ષુથી જેનારની ભૂલ થાય એ બને, પણ સર્વજ્ઞ જ્ઞાનચક્ષુથી જે જુએ, તેમાં જરા સરખી ય ભૂલ થાય નહિ.
સર્વજ્ઞ તે ચર્મચક્ષુથી દેખી શકાય એવા અને ચર્મચક્ષુથી દેખી શકાય નહિ એવા, રૂપી અને અરૂપી, સર્વ પદાર્થોના સર્વ ભાવને પિતાના જ્ઞાનથી જાણી શકે. જીવ છે, જીવને લાગેલું કર્મ છે, એ વગેરે અનુમાનથી જાણી શકાય છે, પણ તેને ચર્મચક્ષુથી જોઈ શકાય નહિ ને? એ સર્વને સર્વજ્ઞ સર્વ ભાવેએ જાણી શકે છે. આથી વિવેકી જીવ શ્રી સર્વજ્ઞ ભગવર્નોનાં વચને ઉપર અને એ વચનને અનુસરતાં જ વચને ઉપર શ્રદ્ધાવાળ બને છે. આ છે શુદ્ધ આસ્તિક્ય. આવું શુદ્ધ આસ્તિક્ય સમ્યગ્દષ્ટિમાં જ સંભવી શકે છે. એટલા માટે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org