SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યાનને સૂર્યોદય [૨૭ અત્યારે તમે જેટલા સુખમાં નભાવી લે છે, તેટલા સુખમાં તમે નભાવી લે ખરા ? તમારું સુખ જે તમારે આધીન હોય, તમને તમારી ઈચ્છા માત્રથી જ સાંપડે એવું હોય તે તમે કયી કળી ચીજોની ઈચ્છા કર્યા વિના રહે એવા છે? અને, ગમે તેટલી ચીજો મળે તે પણ, તમને “હવે નહિ જ જોઈએ.” એવું થોડું જ થાય એવું છે? તમે દુન્યવી વસ્તુઓના અનુકૂળ યોગમાં સુખ માન્યું છે, એટલે આ વાત છે; બાકી તે સુખ એ આત્માને ગુણ છે. તમે બહારની ચીજોમાં સુખ માન્યું છે, એટલે ગમે તેટલી ચીજો તમને મળે, તેય તમને સંપૂર્ણપણાને અનુભવ થાય એ શક્ય નથી. તમને એમ થયા જ કરવાનું કે-“હજુ ખૂટે છે, અમુક મળે તે સારું પેલા પાસે અમુક છે ને મારી પાસે એ નથી. એટલે ગમે તેટલું તમને મળે, તેય તમે ઈર્ષ્યાદિના દુઃખથી બચી શકે તેમ નથી ! માટે, વિચાર કરે. સંસારમાં દુખ કે સુખ તમારે આધીન છે જ નહિ. એટલે કે–સુખની સામગ્રી અને દુઃખની સામગ્રી મળવી તેમ જ કેઈ સામગ્રી સુખકર નીવડવી કે દુખકર નીવડવી એ બધુ તમારે આધીન છે ખરું? કહેવું જ પડશે કે–ના. કારણ કે એ કર્મને આધીન છે. ત્યારે, ખરી રીતે તમારી કદર્શન કેણ કરે છે? અન્ય કેઈ નહિ, પણ તમારું કર્મ જ વસ્તુતઃ તમારી કદર્થના કરે છે. એ કર્મ ઉપર કાબૂ મેળવીને કેઈ જીવ સંસારમાં સુખે જીવી શકે તેમ છે? ના, એ શક્ય જ નથી. એવું કોઈ શક્ય નહિ હોવાથી જ, ભગવાને કર્મથી છૂટવાને ઉપાય બતાવ્યું. કઈ જીવ કમ ઉપર કાબૂ મેળવી શકે અને સદાને સુખી થઈ શકે એ શક્ય જ નહિ હોવાથી, ભગવાને કર્મથી છૂટવાને ઉપાય દર્શાવ્યું છે ને? કર્મથી જે છૂટે, તે જ સુખી થઈ શકે બી તે, સંસારમાં જીવની સ્થિતિ કર્માધીન રહેવાની. જે આવું સમજે, તેને કન્ની સત્તાથી જ રાલતા આ સંસાર ઉપર મમત્વ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy