SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ]. સમ્યગ્દર્શન-૨ ક્ષાપથમિક સમ્યકત્વને પામે, કાં તે ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પામે અને કાં તે પુનઃ મિથ્યાદષ્ટિ બને.”—એ કામથિક અભિપ્રાય છે; જ્યારે. સૈદ્ધાતિક અભિપ્રાય એ છે કે-“અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પહેલાં ઔપશમિક સમ્યકત્વને જ પામે, એ નિયમ નથી; એ જીવ ઔપશમિક સમ્યકત્વને પામ્યા વિના જ ક્ષાપશમિક સમ્યક્ત્વને પામે, તે જીવ પિતાના ઔપશમિક સમ્યકત્વના કાળ રૂપી અન્તરકરણના કાળ સુધી સમ્યકત્વના આસ્વાદને પામીને, અને તે એ પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે. એટલે કે, એ જીવ ઔપથમિક સમ્યક્ત્વના કાળમાં ત્રણ પુંજ કરે જ નહિ.” જે ઉમળકે શ્રી જિનશાસનની આરાધનાની વાતમાં આવે, તે સંસારના સુખની વાતમાં આવે નહિ ? અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જે પિતાના સમ્યગ્દર્શન રૂપી ગુણને પ્રગટાવનારે બને, તે તે ક્યા કમે પ્રગટાવનારે બને, એને તમને કાંઈક ખ્યાલ આવે, એ માટે આ વાતને આટલે વિસ્તાર કરવામાં આવ્યું. ગૃહિધર્મ અને સાધુધર્મ, એમ બે પ્રકારે ધર્મની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બનેય પ્રકારના ધર્મના મૂળ રૂપ જે વસ્તુ છે, તે સમ્યક્ત્વ છે. સમ્યફ સહિત બનીને જે ગૃહિધર્મનું અગર સાધુધર્મનું આરાધન કરવામાં આવે છે, તે જ એ આરાધનને સાચા રૂપમાં ધર્મારાધન કહી શકાય છે અને એવું ધર્મારાધન જ, એ. આરાધક જીવને, પોતાના વાસ્તવિક ફળને આપનારું નીવડે છે. આ કારણે, ધર્મારાધનને કરવાની ઇચ્છાવાળા બનેલા ભાગ્યવાન એક સમ્યકત્વના પ્રકટીકરણને પુરુષાર્થ કર્યા કરવો જોઈએ અને એ પુરુષાર્થ કર્મગ્રન્થિને ભેદવાની દિશા તરફ હોવું જોઈએ. સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ પણ પોતાના સમ્યક્ત્વના સંરક્ષણની કાળજી રાખવાની સાથે, દિન-પ્રતિદિન સમ્યકત્વ શુદ્ધ બનતું જાય એ પુરુષાર્થ કર્યા કરે જોઈએ. વિષયની અને કષાયની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy