SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૨૬૭ ઊપજે છે, તે દ્વેષનુ ખરેખરું મૂળ કયુ છે? એ દ્વેષનુ ખરેખરુ મૂળ પણ સંસાર ઉપરના રાગ જ છે, જેનામાં રાગ નથી હેાતા તેનામાં દ્વેષ પણ હોઈ શકતા જ નથી. રાગને કારણે જ દ્વેષ પેદા થાય છે. જો કેાઇનાય ઉપર રાગ ન હેાય, તા ફાઇનાય ઉપર દ્વેષ પેદા થવાને અવકાશ જ નથી. રાગ હોવાને કારણે, જેના ઉપર રાગ હોય, તેનાથી જે પ્રતિકૂળ, તેના ઉપર દ્વેષના ભાવ પ્રગટે છે. અણગમે!, એ પણ દ્વેષને જ એક પ્રકાર છે. હવે તમે એ વિચાર કરો કે–સસાર ઉપર રાગ છે, તે શાના ઉપર રાગ છે ? સસાર એટલે વિષય અને કષાય, સંસારના રાગ, એટલે વિષયને રાગ અને કષાયને રાગ, વિષયના રાગ અને કષાયને રાગ પણ કેવા ? વિષયની અનુકૂળતાના રાગ અને કષાયની અનુકૂળતાના રાગ. અને, એને લીધે જ, વિષયની પ્રતિકૂળતાના પશુ દ્વેષ અને કષાયની પ્રતિકૂળતાના પણ દ્વેષ. એ જીવે વિષયની અનુકૂળતામાં જ અને કષાયની અનુકૂળતામાં જ સુખ માનેલુ' છે અને એ જ રીતે એ જીવે વિષયની પ્રતિકૂળતામાં પણ દુઃખ મારેલું છે અને કષાયની પ્રતિકૂળતામાં પણ દુઃખ માનેલું છે. આ ઉપરથી તમે સમજી શકગ્રા હશે કે–સ'સાર ઉપરના રાગ, એ વસ્તુતઃ તા સ'સારના સુખ ઉપરના જ રાગ છે; અને એથી, એ વાત પણ સમજી શકાય એવી છે કે–સસાર અસાર છે, એને અથ એ કેસંસારનું સુખ પણ અસાર છે. • અમુકને આ સૌંસાર અસાર લાગ્યા છે.’–એવું સાચી રીતે ત્યારે જ કહી શકાય, કે જ્યારે તેને સંસારનું સુખ અસાર લાગ્યુ હાય ! દુઃખ, દુઃખ તરીકે કેને સારભૂત લાગે છે ? કોઈ ને પણ નહિ ! સંસાર સારભૂત લાગતા હાય, તા તે સંસારના એટલે વિષય-કષાયના સુખના જે રાગ છે, તેને લીધે જ ! એ રાગથી જ સંસાર સારભૂત લાગે છે. આ કારણે, ' સૉંસાર અસાર.'–એના અર્થ એ છે કે ૮ સંસારનું સુખ પણ અસાર ! " Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy