________________
સમ્યગ્દર્શનને સૂર્યોદય
[ ર૬પ જે આત્મપરિણામનું જનક હોય છે મેહનીય કર્મ અને જે આત્મપરિણામને સુસ્થિર રાખવામાં મદદ કરનારાં હોય છે જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મો એ એ આત્મપરિણામ ગાઢ રાગ-દ્વેષમય હોય છે.
આવા આત્મપરિણામને ભેટવાને માટે ઉદ્યત બનેલા આત્માએ, એવા પરિણામને પેદા કરે ઈ એ, કે જે પરિણામથી સીધે ઘા મેહનીય કમ ઉપર થાય અને જે પરિણામથી જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મો ઉપર પણ એ છે–વધતે અંશે ઘા થયા વિના રહે નહિ. હવે ગાઢ એવા રાગ-દ્વેષને જે પરિણામ, તેનાથી વિપરીત સ્વરૂપને તીવ્ર એ પરિણામ કેવું હોય, એની કલ્પના કરો ! કર્મન્થિ રૂપી આત્મપરિણામમાં ગાઢ રાગનો જે ભાવ રહેલો છે, તેને પણ ભેદે અને કર્મચન્હિ રૂપી આત્મપરિણામમાં ગાઢ દ્વષને જે ભાવ રહેલે છે, તેને પણ ભે–એવો એ પરિણામ હોવું જોઈએ. એટલે, વસ્તુતઃ કરવાનું છે શું? પરિણામને ભેટવાને નથી, પણ પરિણામમાં આવતી ગાઢ રાગની અસરને અને ગાઢ દ્વેષની અસરને ટાળવાની છે અને એ અસરને ટાળવાને માટે રાગના ગાઢપણને તથા શ્રેષના ગાઢપણને ટાળી નાખવું જોઈએ; તથા રાગને અને દ્વેષને એવા ઠેકાણે કેન્દ્રિત કરી દેવા જોઈએ, કે જે ઠેકાણે કેન્દ્રિત થવાને વેગે, કમશઃ રાગ અને દ્વેષ પાતળા પણ પડતા જાય અને ખરાબ અસર કરવાને માટે શકિતહીન પણ બનતા જાય. મેહગર્ભિત રાગ પ્રત્યે અને મેહગર્ભિત દ્વિષ પ્રત્યે ખરેખરી ઇતરાજી પ્રગટયા વિના તે, આ બની શકે જ નહિ.
ક્ષમાના પરિણામથી
કોધના પરિણામને ભેદ આ રીતે, વસ્તુતઃ તે, પરિણામને પલટાવી દેવાનું જ કામ કરવાનું છે. જેમ કે-એમ કહેવાય છે કે–“ કોઇના પરિણામને ક્ષમાના પરિણામથી ભેદ.” “ક્ષમાના પરિણામથી કોધના પરિણામને ભેદ.”— એને અર્થશે? પરિણામમાંથી ક્રોધભાવની અસરને ટાળી નાખવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org