SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ર૩૯ અને શ્રીમતી મયણસુંદરીને જવાબ, એ બન્નેય જે ખ્યાલમાં હોય, જે એ બને જવાબે બરાબર સમજાયા હોય, તે તમને ખ્યાલ આવે કે-મિથ્યાદષ્ટિ આત્માઓની નજર કેવા કેવા પ્રકારની ભાગ્યશાળિતા ઉપર કરેલી હોય છે અને સમ્યગ્દષ્ટિ આત્માઓની નજર કેવા કેવા પ્રકારની ભાગ્યશાળતા ઉપર ઠરેલી હોય છે! આવડત અને હોશિયારીનો સારે અથવા ખરાબ ઉપર સંસ્કાર ઉપર આધાર રાખે છેઃ સુરસુંદરી અને શ્રીમતી મયણસુંદરી, એ બન્નેય રાજા પ્રજાપાલની પુત્રીઓ હતી. એ બનેના પિતા એક હતા, પણ એ બન્નેની માતા જુદી જુદી હતી. એ બન્નેની માતાએ જુદી જુદી હોવાના કારણે, એ બન્નેના પાઠક પણ જુદા જુદા હતા. સુરસુંદરીની માતા જેમ મિથ્યાદષ્ટિ હતી, તેમ સુરસુંદરીને પાઠક પણ મિથ્યાદષ્ટિ હતે. એ જ રીતે, શ્રીમતી મયણાસુંદરીની માતા જેમ સમ્યગ્દષ્ટિ હતી, તેમ શ્રીમતી મયણાસુંદરીના પાઠક પણ તત્ત્વરવરૂપના જ્ઞાતા સમ્યગ્દષ્ટિ હતા. સુરસુંદરીએ અને શ્રીમતી મયણાસુંદરીએ–એ બન્નેએ પોતપોતાની માતા અને પિતા પિતાના પાઠક પાસેથી શિક્ષા મેળવીને ચતુરાઈ પ્રાપ્ત કરી હતી, પરંતુ માતા અને પાઠક તરફથી સુરસુંદરીને અને શ્રીમતી મયણાસુંદરીને પરસ્પર વિરોધી સંસ્કાર પ્રાપ્ત થયા હતા. એ બનેને જેવા પ્રકારના સંસ્કારો મળ્યા હતા, તેવા જ પ્રકારે એ બન્નેની શિક્ષા અને ચતુરાઈ પરિણામ પામી હતી. શિક્ષા અને સંસ્કાર વચ્ચેના તફાવતને સમજો છો ? શિક્ષા એ આવડત વિશેષ છે, જ્યારે સંસ્કાર એ વિચારોનું અને વિચારે દ્વારા આચારનું ઘડતર છે. આવડત હોય, પણ સંસ્કારો જે બૂરા હોય, તે એ આવડત કેવા ઉપગમાં આવે? અને, એનું પરિણામ કેવું આવે ? સંસ્કાર જે બૂરા હૈય, તે એની આવડત અસદ્દ વિચારોમાં અને અનાચારમાં સહાયક બની જાય. કુસંસ્કારને લીધે અનાચારને રસિયે બનેલો, જેમ જેમ વધારે આવડત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy