________________
૨૩૮]
સમ્યદર્શન–૧ પણ જે તમારી કિંમત અંકાતી ન હોય અથવા તે ધર્મસ્થાનોમાં પણ જે તમને જોઈ તે આદર મળતું ન હોય, તે તમે જે કાંઈ ધર્મક્રિયા કરતા હે, એથી તમને ભાગ્યશાળી ભાગ્યે જ માનતા હશે ! મોટે ભાગે તે, ધર્મસ્થાનમાં પણ તમને તમારો આદર જોઈએ છે ! તમે આદરને પાત્ર ન હો તે પણ, જે તમને ધર્મસ્થાનમાં આદર મળે, તે જ તમને લાગે છે કે-“હું ભાગ્યશાળી છું !'
નજર કેવી ભાગ્યશાળતા
ઉપર કરેલી છે ? આ બધી ભાગ્યશાળિતાએ સિવાયની કઈ ભાગ્યશાળિતા તમારી નજરે ચઢે છે ખરી? તમે માનેલી ભાગ્યશાળિતા, એ પણ ભાગ્યશાળિતા છે તે ખરી જ, પણ એ ભાગ્યશાળિતા જ ખરેખરી ભાગ્યશાળિતા લાગે, તે એ ભાગ્યશાળતાઓને નિમિત્તે જ તમે નિર્ભાગ્યશાળિતાને પામ્યા વિના રહે નહિ. તમને એમ નથી લાગતું કે–તમે જેમાં જેમાં તમારી ભાગ્યશાળિતા માને છે, તેમાં તેમાં ગાઢ મિથ્યાદષ્ટિએ પણ પ્રાયઃ પોતપોતાની ભાગ્યશાળતા જ માને છે ત્યારે, મિથ્યાષ્ટિઓની જેમ જ તમે પણ જે તમારી ભાગ્યશાબિતાને વિચાર કરે, તે તમે આ જન મુળાદિ સામગ્રીને પામ્યા, તેને વિશેષાર્થ શું ?
પુણ્યથી શું શું મળે?”—એવા ભાવને પ્રશ્ન પૂછવામાં આવતાં, મિથ્યાત્વના રંગે રંગાયેલી સુરસુંદરીએ શે જવાબ આપ્યો હતું, એ યાદ છે? અને, એ જ પ્રશ્નના જવાબમાં, તવસ્વરૂપને -જાણનારી શ્રીમતી મયણાસુંદરીએ શે જવાબ આપ્યું હતું, એ પણ ચાર છે? શ્રી શ્રીપાલના રાસનું અથવા તે શ્રી શ્રીપાલના ચરિત્રનું શ્રવણ તમે તમારી જિંદગીમાં કેટલી વાર કર્યું છે ? એનું શ્રવણ તમારામાંના ઘણાઓએ ઘણીવાર કર્યું હશે, પણ એમાંની ખાસ યાદ રાખવા જેવી વાતે કેટલાકે એ યાદ રાખી હશે? અને જેઓએ અમુક અમુક વાત યાદ રાખી હશે, તેઓએ પણ એ વાતેના સંબંધમાં ચિંતન અને મનન કેટલું કર્યું હશે ? સુસુંદરીને જવાબ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org