________________
[ ૮૫
મિથ્યાત્વને ગાઢ અંધકાર
આચાર્યભગવાનને લાગ્યું કે-રેહગુપ્ત મુનિએ ભૂલ કરી. એટલે પોતે કરેલી ભૂલને રોહગુપ્ત મુનિને પિતાને જ ખ્યાલ આવે, એ માટે આચાર્યભગવાને કહ્યું કે–એ વાદીને વાદમાં તે જીતી લેવાય, પણ એ વાદી સાથે વાદ કરવા લાયક નથી, કારણ કે એની પાસે ઘણી વિદ્યાઓ છે અને જ્યારે તે હારે છે, ત્યારે જીતનાર ઉપર તે પોતાની વિદ્યાઓ વડે વિવિધ પ્રકારના ઉપદ્રવ કરે છે. પોતાની વિદ્યા વડે એ વીંછીને પણ વિકુવી શકે છે, સપને પણ વિમુવી શકે છે, ઉંદરને પણ વિકુવી શકે છે, મૃગને પણ વિકુવી શકે છે, શૂકરને પણ વિકુવી શકે છે, કાગડાને પણ વિકુવી શકે છે અને શકુંતિકા નામને પક્ષીને પણ વિકુવી શકે છે. જુદી જુદી વિદ્યાઓ દ્વારા વિછી આદિ સાતને વિકુવને, તે તેને વાદમાં જીતનારને અત્યંત ઉપદ્રવિત કરે છે.” - આચાર્ય ભગવાને આમ કહ્યું એટલે હગુપ્ત મુનિ સમજી ગયા કે-આની સાથે વાટ કરવાનું મેં સ્વીકાર્યું, એ ગુરુમહારાજને પસંદ પડયું નહિ. પણ રેહગુપ્ત મુનિએ ઉચિત વિચારણા કરી નહિ. ઊલટું રેહગુપ્ત મુનિએ તે આચાર્યભગવાનને એમ કહ્યું કે-વાદને સ્વીકાર કરીને હવે છુપાઈ જવું તે ઠીક નથી. વાદને મેં જે સ્વીકાર કર્યો છે, તે શાસનની ઉન્નતિના હેતુથી જ કર્યો છે, એટલે હવે તે જે થવાનું હોય તે થાઓ !”
રહગુપ્ત મુનિએ આવે જવાબ આપ્યો, એટલે આચાર્યભગવાને નિર્ણય કર્યો કે-“હવે આને વાર્યો વારી શકાય તેમ નથી ગમે તેટલું કહીશું તેય, વાદ કર્યા વિના આ રહેવાનો નથી. આવો નિર્ણય કરીને આચાર્યભગવાને વિચાર્યું કે-“હવે તો આના રક્ષણને ઉપાય
જ જોઈએ. વાદમાં તે પિટ્ટશાલ પરિવ્રાજક જીતી શકવાને નથી, પણ, એ હાર્યા પછી પોતાની વિદ્યાઓથી આને ઉપદ્રવિત કરે અને એ ઉપદ્રની સામે આ કાંઈ નહિ કરી શકવાથી ભાગે અથવા તે આનું જીવન જોખમમાં મૂકાય; તે થાય શું? એક જૈન મુનિની આવી દશા થાય, એથી તે શાસનની લઘુતા થાય; એટલે શાસનની લઘુતા થવા પામે નહિ, એવું તે કાંઈક કરવું જ જોઈએ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org