________________
(૯૮) ઠેસ વાગવાથી એક બે વાર તે ખલના પણ પામી. આથી તે કંઈને કંઈ આગામી કષ્ટ જરૂર જણાય છે એમ તેણે નિશ્ચય કરી લીધે.
ઘડીવાર પછી પેલે દુષ્ટસિંહ આવતો દેખાયો. તરતજ તે આવીને બેલ્યો-હજી પણ જે સમજી જાય તે બાજી સુધારી આપું, નહિ તે જે આ ચીઠ્ઠીની નિશાની અને થઈ જા ઘર ભાર વિનાની”
વિજય સુંદરીએ તરતજ ચીઠ્ઠી હાથમાં લીધી અને વાંચી ઈ. તેમાં આ પ્રમાણે લખ્યું હતું—
મતિસાગર મંત્રીએ પિતાની મરજી પ્રમાણે રાજ્યમાં કેટલીક હીલચાલ શરૂ કરીને રાજ્યને નુકશાનીમાં ઉતાર્યું છે વળી ખજાનામાંથી તેણે કેટલીક રકમ ઉચાપત કરી હોય એમ લાગે છે. તેને જ્યાં સુધી ખુલાસો ન થાય, ત્યાં સુધી તેની માલ-મિલ્કત જપ્ત રાખવામાં આવે છે.”
સહી જતારિરાય.
દા. દિવાન જોરાવરસિંહ, આ ચીઠ્ઠી વિજ્યસુંદરીએ પિતાના વસ્ત્રના છેડામાં બાંધી લીધી અને પછી તે બોલી કે—દુષ્ટસિંહ! સુમાર્ગે ચાલનારને સમજવાનું શું હોય ? જે પોતાના ધર્મને પ્રિય ગણે છે, તે તે સમજેલ જ છે. આમાં તારેજ ખરી રીતે સમજવાનું છે. તેમ છતાં તને પાપને ભય ન હોય, દુર્ગતિને ડર ન હોય, તે તારાથી બને તેટલી નીચતા વાપરી લે, હું તેવા સંકટથી ડરતી નથી. ચંદનને કાપવા જતાં પણ તે પિતાની સુગંધને તશે. નહિ. સુવર્ણને અગ્નિમાં તપાવ્યા છતાં તે પોતાની સુવર્ણતાને છોડશે નહિ, શેલડીને પીલવા જતાં પણ તે પિતાની મીઠાશને મૂકશે નહિ. સતી સુંદરીઓના શિરે સંકટ આવતાં પણ તે પિતાના સતીત્વને કલંક્તિ નહિ જ કરે. તને સમજાવવાનો પ્રયત્ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org