________________
(૨૮૪). એવામાં રાજાએ પિલે કાગળ પ્રગટ કર્યો અને જણાવ્યું કે– દૃષ્ટસિંહ ! તું અને પ્રચંડસિંહ પ્રથમથી પણ કારસ્તાન રચતા આવ્યા લાગો છે. જેની સાબીતી માટે આ એક પુરા અસ થશે. આમાં ખરી હકીકત શું છે? તે જાહેર કર' આ શબ્દોમાં રાજાને ગુસ્સો જણાઈ આવતો હતે દુષસિંહ ગભરાયે પ્રથમને પ્રપંચ પ્રગટ થયા અને તે પણ રાજાના હાથે આથી તે ભયભીત થઈ ગયે. છતાં સત્યવાત પ્રગટ કર્યા સિવાચ છુટકે ન હતો. તેમાં તેની પોતાની સહી પડી હતી. તરત તેણે જરા ધીરજ ધારણ કરી લીધી અને અંજલિ જેડી જણવ્યું કે.
મહારાજ ! એ વાત પણ મારાથી છુપાવી શકાય તેમ નથી. તેમાં પણ પ્રસિંહની પ્રેરણાથી આ સેવક પ્રેરાય હતે. એટલું જ નહિ પણ તેને માટે પ્રચંડસિંહ મને લાંબી લાલચ બતાવી હતી. પ્રથમ તે મંત્રીશ્વરના ઘરે ગયો હશે અને તેની ધમોત્મા પત્ની પર લુoધ થઈને તેણે પિતાને દુષ્ટ અભિપ્રાય જાહેર કર્યો હશે, તેણે પ્રચંડસિંહનો તિરસ્કાર કર્યો, એટલે મારી સલાહ લેવી પડી, અને મંત્રી પત્નીને લલચાવવા તેણે મને તેની પાસે મારું કાંઈ પણ ચાલ્યું નહિં. એટલે તેને વધારે સતાવવા મદિરાના ઉન્માદમાં આપની પાસે મંત્રીને ખોટે આ રેપ લખાવીને મિલકત સાથે તેનું મકાન જપ્ત કર્યું, છતાં તે મહાસતી પોતાની ધીરજ ખોઈ ન બેઠી. પ્રજાનાથ! એ પ્રપંચ આપને છેતરીને કરાવવામાં આવ્યા હતા. પણ છેવટે પાપને ઘડે કુટયા વગર ન રહે, પ્રચંડસિંહના પાપના છાંટા મારા પર ઉડયા અને તેથી હું પણ મલિન થયો. દેવ! મેં આપની પાસે લેશ પણ છુપાવ્યું નથી. અથવા બનાવટી વાત પણ કરી નથી, પરતુ જેમ બન્યું, તેજ પ્રમાણે કહી બતાવ્યું છે.”
એ પ્રમાણે દુષ્ટસિંહની જુબાની સાંભળ્યા પછી સમરસેનને બોલાવવામાં આવ્યો. તેણે વિચાર કર્યો કે–“રાજા કે મંત્રીની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org