________________
(૨૮૩). કરેલ છે. માટે બીજા કેઈને પીવા આપતે નહિ. ત્યાર પછી હું પોતે પણ મદિરાના નિરસામાં હોવાથી તે પયાલો કોને અપાયે, તે મને પણ ખ્યાલ ન રહ્યો. નામદાર! આ કરતાં વિશેષ હું કશું જાણતો નથી.”
ત્યાર પછી વેશ્યા કે જે એક વખત રાજાને પ્રાણ કરતાં પણ અધિક પ્યારી હતી. તેને બોલાવીને જુબાની લેવામાં આવી. તેણે જણાવ્યું કે–“મહારાજ! એ બાબતમાં મારે કંઈ અપરાધ નથી. પ્રપંતસિંહની લાલચથી મિજલસમાં આપને અધિક દારૂ પાવાનું મેં કબુલ રાખ્યું તેમાં તેનું કાંઈ કાવત્રુ હશે–એમ મને શંકા થતી, પણ દૈવયોગે તેનેજ યમધામ જવું પડયું. તેણે કંઇક અંદરખાને પ્રપંચ રચેલે, પણ તેમાંની સાચેસાચી હકીકત મારા જાણવામાં ન આવી. બસ, એ કરતા વધારે હું જાણતી નથી.” - પછી દુષ્ટસિંહ કે જેને પૂર્વ પ્રપંચ પેલા ખાનગી કાગળમાં રાજાના જાણવામાં આવી ગયા હતા, તેણે જુબાની આપતાં જણાવ્યું કે–“નેક નામદાર! એ મિજલસના પ્રપંચમાં મેં જાતે કેઈ જાતને ગુન્હો કર્યો નથી. અલબત પ્રચંડ િહે મારી સલાહ લીધી અને મને મેટામાં મેટી લાલચ બતાવી એટલે માશથી એવી અધમ સલાહ અપાઈ ગઈ. આ બધું કયાંથી સળગ્યું, તે જે આપ પૂછવા માગતા હે. તે એક વાર મને દયાનું દાન આપવું પડશે, એટલે પછી હું તે વાત નિવેદન કરૂં” મંત્રીએ તેને અભય વચન આપ્યું, એટલે તે બેલ્યો કે “હે નરનાથ ! આપને ભાયાત સમરસેન કે જે મિજલસમાં પણ સામેલ હતા, તેણે રાજયના લેભથી પ્રચંડસિંહને ભેટયે. અને તેના હાથે આપને ઝેર અપાવવાની તજવીજ કરી. આપના પુણ્ય પ્રબળ એટલે વાળ પણ વાંકે ન થયે. અને તે પિતે એ પ્રપંચના પ્રબળ હુતાશનમાં હોમાઈ ગયો. કિપાકના ફળનું બીજુ શું પરિણામ આવે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org