________________
(૨૮૨) વ્યો. તેના પર ખાનગી એટલું જ માત્ર લખેલ હતું રાજાને તેમાં કંઈક છુપો ભેદ લાગ્યું. તે કાગળ ત્યાં ન રાખતાં તેણે પિતાના ખીસામાં નાખ્યો. પછી જ્યારે એકાંત આવીને તેનું અને વલોકન કર્યું, ત્યારે તેને જણાયું કે—પ્રચંડસિંહ અને દુષ્ટસિહના પ્રપંચ પ્રથમથી જ ચાલ્યા આવે છેકઇવાર પૂરાવાની ખાતર તે કાગળ રાજાએ સાચવી રાખે.
એવામાં અતિસાગર મંત્રીશ્વરનું આગમન થયું, તેથી રા જાની ચિંતા બહુજ ઓછી થઈ ગઈ, રાજાને સુવ્યવસ્થિત કરવાની તેને લેશ પણ કાળજી ન રહી. હવે પેલા પ્રપંચીઓને બોલાવીને ગુપ્ત કારસ્તાન જાણવાનું બાકી હતું.
એક વખત મંત્રીને ખાનગીમાં પૂર્વને બધે વૃત્તાંત જણાવીને રાજાએ પેલા દુષ્ટને પોતાની પાસે બોલાવ્યા, અને એક એકની અલગ જુબાની લેવા માંડી. પ્રથમ મદિર ભરી આપનાનારને પૂછવામાં આવ્યું કે “તે મિજલસના વખતની તને જે કાંઈ માહિતી હોય. તે નિખાલસ દિલથી જણાવીદે મદિરામાં કાંઈ કારસ્તાન હતું કે કેમ ?'
રાજાની સખતાઇથી તેના હાથ પગ કાપવા લાગ્યા. શું બેલવું તેનું તેને ભાન ન રહ્યું. એટલે મંગીએ તેને ધીરજ આપતાં કહ્યું –“હે ભદ્ર! તું જે કંઈ જાણતો હોય, તે બીક રાખ્યા વિના કહી દે. તારે તેમાં અપરાધ હશે, તેજ તું ગુન્હેગાર ઠરશે. મારા કારસ્તાનને ગુપ્ત ભેદ જાણવાને તારી જુબાનીની જરૂર છે.'
પેલા નેકરે હાથ જોડીને કહ્યું કે–“મહારાજ! હું એમાં કશું જાણતા નથી. અમે તે ચીકીના ચાકર. પણ એટલી મને ખબર છે કે પ્રચંડસિંહે દારૂને એક ખ્યાલે મારી પાસેથી લઇ તેમાં કંઈક નાખીને તે મને આપ્યો અને આપતાં આપતાં એવી ભલામણ કરી કે – આ ખ્યાલ ખાસ રાજાજીને માટે તૈયાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org