________________
(૦૭૯) મંત્રી–“હે ભલા ભૂપાલ! હું પોતેજ મતિસાગર છું. તમને આ અગ્ય રીતે ખેદ પમાડે તેને માટે ક્ષમા માગું છું. વળી ખાટે આડંબર બતાવીને સંગ્રામ કરવા તમને જે તકલીફ આપી તેને માટે પણ વારંવાર ક્ષમા ચાહું છું
. એ પ્રમાણે મંત્રીના વચન સાંભળતાં જિતારિરાજા તેને અત્યંત હર્ષથી ભેટી પડ્યા. રાજા કેટલાક વખતથી તેની રાહ જઈ રહ્યો હતો. પિતાનાજ પ્રમાદથી તેણે અધિકારીઓને હેકવા દીધા હતા, તેથી અત્યારે રાજ્યની લગામ ચલાવવી ભારે થઈ પડી હતી. મંત્રી પણ તેને હેતથી હૈયા સાથે ભેટીને કહેવા લાગ્યા કે–“હે રાજેદ્ર ! ધર્મના ફળ માટેની જે તમને શંકા હતી, તે મારા દૃષ્ટાંતથી હવે દુર થઈ હશે. તમારા દેખતાં બંને વખત હું ખાલી હાથે ઘર બહાર નીકળે અને આવી સમૃદ્ધિ લઇને પાછા આવ્યા. પૂર્વકૃત પુણ્યની લીલા વિના આવી સંપત્તિ ન સંભવે. વળી જે પુણ્યને આપણે કારણ ન માનીએ, તે ઘણી વાર લેકે સુખને માટે પુરી મરે છે, તેઓ નથી પામી શકતા અને કેટલાક અનાયાસે મેળવી લે છે. સુખ સંપત્તિ એ સૌ કોઈને ઇષ્ટ વસ્તુ છે. તે કેઈથી અપાય કે છીનવી લેવાય તેવી વસ્તુ નથી. જો તેમ થતું હોય તે પૂર્વકૃત પુણ્ય પાપ અસિદ્ધ થઈ જશે. માટે પૂર્વના મિથ્યાત્વને દુર કરી જ્ઞાનીના વચનનો સ્વીકાર કરે કે જેથી ભવિષ્યમાં પિતાના જીવનને ધર્મમય બનાવી શકે. રાજન ! હવે કાંઈ તમને પ્રશ્ન કરવા જેવું નહિ રહ્યું હોય. જુઓ ધર્મના ફળ સંબંધી ધર્મ પુસ્તકમાં પૂર્વાચાર્યો કહી ગયા છે કે
"आरोग्यभाग्याभ्युदय प्रभुत्वं, सत्त्वं शरीरे च जने महत्त्वम् । तत्त्वं च चित्ते सदने च संपत्, संपद्यते पुण्यवशेन पुंसाम्"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org