________________
(૨૭૮). મ પડયું કે હું તંબુમાં છું. મંત્રીને ખબર પડતાં તે તરત પિતાના તંબુમાં આવ્યા મંત્રીએ ઘણા વર્ષો વિદેશમાં ગુજાર્યા તે. મજ અત્યારે તે એક રાજપોશાકમાં હતું. તેથી જિતારિરાજા તેને ઓળખી શક્યા નહિ. મંત્રીએ તરતજ પ્રથમ તેને બંધન મુક્ત કરાવ્યા. પછી એક સારા આસન પર બેસાડીને કહ્યું કે, હે ! રાજન તમે મને ઓળખી શકો છો?
રાજા–“આપ આવા પ્રતાપીને કણ ન ઓળખે ? મેં આપની સામે બડાઇથી ચડાઈ કરી, તેને માટે ક્ષમા માગું છું.” એમ કહીને રાજા મંત્રીને પગે પડવા જતું હતું, તેવામાં મંત્રીએ તેના બંને હાથ પકડી શાંતિ અને સભ્યતાથી પુનઃ તેને આસન ઉપર બેસાડ્યા.
મંત્રી–“રાજન ! હું એમ પુછવા નથી માગતું, પણ એમ કહેવા માગું છું કે હું પુર્વે તમારા પરિચયમાં આવ્યો હાઉં—એમ તમને લાગે છે ?”
રાજા–“આપ પૂર્વ તે કઈવાર આ તરફ આવ્યા નથી અને હું કઈવાર તમારી રાજધાનીમાં આવેલ નથી. તે પછી પરિચયને પ્રસંગ ક્યાંથી સંભવે ?”
મંત્રી–“રાજન ! પ્રથમ તમારી પાસે મતિસાગર મંત્રી હતો, તે હાલ ક્યાં છે?” આ પ્રશ્નથી પોતાની ઓળખાણ આપ્યા પહેલાં તે રાજાની લાગણી જોવા માગતા હતા. - રાજા તરતજ બોલી ઉઠયો કે–અહો! અમારા એવાં ભાગ્ય કયાંથી કે તે અહીં આવે? તેના ગયા પછી હું તેના ન્યાય ધર્મને વારંવાર વખાણું છું. તેની અનેક વાર મને ઘણું જરૂર પડી, પણ તેના કંઈ સમાચારજ નથી. તે મહા ભાગ્યશાળી છે, તેથી જયાં જશે, ત્યાં સુખ-સંપત્તિ પામશે. તેને વિદાય કર્યા પછી મને ઘણે પસ્તા થયે, પણ હાથમાંથી બાજી ગયા પછી શું થાય ?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org