________________
(ર૭૦) હતના આ સંદેશાથી રાજાના શરીરે નવીન પ્રકારને જુસ્સે પેદા થયે. તેનું શીતલ શેણિત ઉકળવા લાગ્યું. પ્રધાન અને સેનાપતિ તરફ તેણે દૃષ્ટિ ફેરવી. એટલે તે બંને બેલી ઉઠયા કે“નામદાર ! ક્ષત્રિય બચ્ચે યુદ્ધનું નામ સાંભળતાં કદિ પાછી પાની ન કરે. એમ શું આપણે ચુડી પહેરીને બેઠા છીએ કે તેને નમતું આપી દેવું. તેનામાં શુરાતન હોય તે યુદ્ધમાં તે બતાવીને પિતાને વિજય બતાવે. તે સૈન્ય લઈ આવ્યા છે, તે આપણુ પાસે સેનાની કયાં ખોટ છે? કેક શુરવીર સુભટો એવા અવસરની રાહ જોઈ બેઠા છે સંગ્રામને માટે તેઓ પોતાના બાહુ બળને દરરોજ નિહાળ્યા કરે છે. કૈક વર્ષોથી ખાધેલ સ્વામીના લૂણને બદલે, તેઓ શિર સાટે પણ આપવા તત્પર છે. કેટલાક સુભટે પિતાના શસ્ત્રોને કટાતાં જોઈને ખેદ પામે છે. સ્વામિન! શું એ સુભટેને આપણે નિરાશ કરીશું ? તેમ તે નહિજ બને. શત્રુ ચડી આવે, ત્યારે બાયલા થઈને તેના તાબે થઈ જવું-એ ક્ષત્રિયોને ધર્મ નથી. પ્રજા નાથ ! આપ હુકમ કરો એટલે બધા તૈયાર થઈ જાય.”
પ્રધાન અને સેનાપતિના શૌર્યથી રાજાની હિમ્મતમાં વધારો થ. તરતજ તેણે આજ્ઞા કરી કે–“મારા બહાદુર શુરવીરો ! ધન્ય છે. તમારી જનેતા અને જન્મ ભૂમિને ! કે જ્યાં તમારો જેવા કીંમતી વીર રને પાકે છે. બસ, તમારા વિચારોને હું મળતો છું આપણામાં પાછું હશે, તે શત્રુ શું કરવાનો હતો? આપણા ક્ષત્રિયપણુની કટીને આ અવસર આપણને સદ્ભાગેજ પ્રાપ્ત થયેલ છે. ક્ષત્રિયોને સંગ્રામેત્સવ, પુત્રોત્સવ કરતાં પણ પ્રિય હોય છે. હવે બધા બહાદુર સિનિકોને યુદ્ધોત્સવમાં આવવા આમંત્રણ કરો અને તેને માટે જોઇતી સામગ્રી સજજ રાખો. લડાઈ કેટલો વખત લંબાશે, તેને નિર્ણય અગાઉથી થઈ શકે નહિ. માટે ખોરાક તથા ચા પાણીનો સંગ્રહ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org