________________
(૨૬૯) સુષને મેખરે રાખે. વિગેરે સંગ્રામની તમામ સામગ્રી મેળવી સત્વર સાવધાન થાઓ. આખર વિજય આપણેજ છે. કારણ કે સંખ્યા કે સમુદાય ઉપર વિજયને આધાર નથી, પણ તેજ કે સત્વ ઉપર તેને આધાર છે. કહ્યું છે કે
“ક્સી છૂટ્યા ડ સ વાંચવા વિંતિમ ત્રા, दीपे मज्वलिते प्रणश्यति तमः किं दीपमात्रंतमः । वज्रेणापि शताः पतन्ति गिरयः किं वज्रपात्री गिरि स्तेजो यस्य विराजते स बलवान् स्थूलेषुकः प्रत्ययः"॥
એટલે—હાથી બહુ સ્થલ હોય છે અને અંકુશ ના હેય છતાં તેથી તેને વશ થાય છે, અંધકાર કરતાં દીવાનું પ્રમાણ નાનું હોય, છતાં તે અંધકારને વિનાશ કરે છે, પર્વત કરતાં વજ બહુજ નાનું હોય, છતાં સેંકડે પર્વતે તેનાથી ભેદી શકાય છે. માટે જેને તેજ હોય, તે બલવાન ગણાય. સ્થૂલ પર તેને આધાર નથી.”
આથી સેનાપતિને હિમ્મત આવી ગઈ. તે ચોતરફ લડવૈયા. એને શૂરાતન આપવા લાગ્યો. એટલે મેધાઓ બધા સતેજ થઈને શસ્ત્ર તથા બખ્તર સજજવા લાગ્યા.
અહીં મંત્રીએ જિતારિ રાજાને એક દુત મોકલીને કહેવરાવ્યું કે—હે રાજન! અમારે ધર્મસેન રાજા તમારી સરહદમાં આવ્યું છે. તે પોતાના લશ્કર સહિત ત્યાં પડાવ નાખીને પડેલા છે. તે મારા મુખે તમને કહેવરાવે છે કે–જે તમારામાં તાકાત હોય તો સંગ્રામ કરવા સજજ થાઓ, નહિ તો મુખમાં તૃણ લઈને મારી પાસે આવે અને મારે હુકમ માથે ચઢાવો. હું દિગ્વિજય કરવા નીકળે છું, તે તમને માર્ગમાં બેલાગ્યા, વિના આગળ જવાને નથી. જો તમે એકવાર નમી જશે, તે મારે કાંઈ રાજ્યને લેભ નથી. બસ, તમારે જે ઈરાદે હોય તે દુત મારફતે જણાવશે”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org