________________
(૨૨) હલકી સ્થિતિનાને તે ગુપ્ત દાન આપતે. તે સિવાય નગરના બહાર ખુલ્લી હવામાં તેણે મોટી રકમ અર્પણ કરીને મહાજની હસ્તક એક અપંગ-આશ્રમ અને એક મોટી પાંજરાપોળ ચાલુ કરાવી. આથી પ્રજાને તેના પર બહુજ પ્રેમ વધી પડે. તેની પોપકાર વૃત્તિ અને કેટલાક કૃપણ શ્રીમતે શરમાવા લાગ્યા. કેટલાક ઉત્તમ જને તેના સત્કૃત્યેનું અનુકરણ કરવા લાગ્યા. તેની ઉદાર ભાવના અને ધર્મ કાર્યો જોઈને રાજા બહુજ સંતોષ પ. લાખો અને કરેડાની સખાવત કરનાર અતિસાગર મંત્રીનું નામ ઘેર ઘેર ગવાતું થયું. આ તેની ઉદારતાથી અત્યંત સંતુષ્ટ થયેલા નગર શેઠ તથા પ્રજાના આગેવાનોએ રાજાની સમક્ષ મંત્રીને માનપુર્વક ધર્મ ધુરંધરને ઈલ્કાબ આપે. એમ પિતાની ઉદારતાને પ્રતિદિન ઉત્તેજિત બનાવતે મંત્રી પોતાની ચાર પત્નીઓ સાથે અત્યાનંદથી કાળ નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસે રાજા સાથે વાત કરતાં પ્રસંગે પાન મંત્રીએ પોતાના પર વીતેલ પૂર્વને વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું. તેમાં શ્રીપતિ શેઠનું નામ આવ્યું, જે કે મંત્રીએ પોતાના મન નની મોટાઈથી તેનું છિદ્ર બહાર ન પાયું, પણ એકવાર સૈભાગ્ય સુંદરીએ તે બધી હકીક્ત રાજપુત્રીને કહી હતી. તે રાજોના કાને વાતે આવી હતી. તેમજ રાજકુમારીને વેશ્યા લલચાવીને પિતાના ઘરે તેને ફસાવવા તેડી ગઈ હતી, તે વાત પણ રાજ પુત્રી મારફતે રાજાના સાંભળવામાં આવી હતી. આ પ્રસંગે તે વાત તાજી થઈ. એટલે રાજાએ આગ્રહ પૂર્વક શ્રીપતિ શેઠની વાત લંબાવી અને પુછ્યું, એટલે મંત્રીએ યથાર્થ વૃત્તાંત કહી બતાવ્યા. આથી રાજાના ગુસ્સાને પાર ન રહ્યો. તરતજ તેણે શ્રીપતિ શેઠને લાવ્યા. રાજાએ અચાનક બોલાવવાથી શ્રાપતિની ગભરામણનો પાર ન રહ્યો. તેના શરીરની નસે બધી શિથિલ થઈ ગઈ. જતાં જતાં તેની ગતિ સ્મલિત થવા લાગી. અંતરમાં સેંભ પામતાં તેણે વિચાર કર્યો કે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org