________________
(૨૧૨) બસ, એના વચન પરથી બરાબર સાબીત થાય છે કે એ મેહાંધ અને કામાંધ થયેલ છે. ઠીક છે, અત્યારે એને મીઠાં વચનથી માન આપું અને વખત આવે છટકી જવું–એજ યોગ્ય છે, નહિ તે ભરદરિયામાં મને એ સતાવશે અને માણસને પોતાના હાથમાં લઈને વખતસર બલાત્કાર પણ કરે.”
એમ વિચારીને સૌભાગ્ય સુંદરી બોલી કે –“શેઠ ! જે થવાનું હતું તે તે થયું, પણ હવે તમે કહેવા શું મળે છે ? તે સમજાતું નથી. હું અજ્ઞ સ્ત્રી જાત તમારા માર્મિક બેલને મર્મ કયાંથી સમજી શકું ?”
આથી શેઠને જરા નિરાંત વળી. તેને કંઈક આશા બંધાણી તરતજ તે પ્રમોદ પામીને બોલ્યા કે—'સુંદરી ! તમે ડાહ્યા અને સમજુ છો. તે થી પોતાનો સ્વાર્થ સમજે કારણ કે
“સાર્થો દિ મૂર્ણતા? એટલે–સ્વાર્થથી ભ્રષ્ટ થવું એજ મૂર્ખાઈ છે. માટે આવસરને ઉચિત વાર્થ સાધી લ્યો. લતા જેમ એક વૃક્ષનો આધાર તૂટતાં બીજા વૃક્ષનો આશ્રય લે, તેમ તમે પણ તેવા બને. જુઓ, મારી પાસે પૈસાની ખોટ નથી, દાસ દાસીએ જોઈએ તેટલા છે માટે આ સંપત્તિની સ્વામિની થઇને આ દાસનો સ્વીકાર કરે. હું તમારી આજ્ઞા સદા શિરસાવંઘ સમજીને માથે ઉઠાવીશ.
સૌભાગ્ય સુંદરી ગંભીર વિચારમાં પડી ગઈ. તેની દૃષ્ટ ભાવના સાંભળતાં અંતરમાં તેના પ્રત્યે તિરસ્કાર છુટો છતાં વચનથી તેનું અપમાન ન કરતાં તે બોલી કે– શેઠજી ! તમારું કહેવું વાજબી છે. વળી તમારી લાગણી ભારે છે. પણ હાલ તે મારે માથે પતિને વિયેગ આવી પડેલે છે, તેથી શેકમાં મન મુંજાય છે. આપણે સમુદ્ર પાર જઈશું ત્યારે બધું બની રહેશે. અમ સ્ત્રી જાતિને આધારે તે જરૂર જોઈએ. શેઠ! એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org