________________
(૨૧) પર બેસતાં ક્ષુધાતુર માણસનું જેમ ભેજન છીનવી લેવામાં આવે, અને તેની જેવી સ્થિતિ થાય, તેવી આજે તમારી અવસ્થા છે તમારે એની સાથે માત્ર એટલે જ સંબંધ હશે. હવે એ વસ્તુ તે કઈ રીતે તમારા હાથમાં આવી શકે તેમ નથી, તે પછી આ ગુલાબના ફુલ જેવી યુવાની શા માટે નકામી ગુમાવો? માણસને જે કાંઈ ધર્મ પુણ્ય આદરવાનું હોય, તે તે પાછલી વયમાં થઈ શકે. માટે આ ભેગની અવસ્થાને પણ ઈન્સાફ આપ જોઈએ સુંદરી! તમે હજી સંસારનો લ્હાવો લીધે નથી, તમારી અનેક ખાન, પાન અને કામભોગની કામનાઓ અપૂર્ણ છે, માટે પૂર્ણ કરવાને ભાગ્યશાળી થાઓ.”
શ્રીપતિ શેઠના આ કથનથી સૌભાગ્ય સુંદરી તેના મનને અભિપ્રાય સમજી ગઈ. તેણે વિચાર કર્યો કે–પિતાની દુષ્ટ કામના પૂર્ણ કરવાને એણે તે મારા પ્રાણનાથને સમુદ્રમાં નાખ્યા નહિ હોય? મનુષ્ય જ્યારે કામાતુર થાય છે, ત્યારે તેને કૃત્યા કૃત્યનું ભાન રહેતું નથી. તે વખતે તે ન બોલવાનું બલી દે છે અને ન કરવાનું કરી નાખે છે અહો! તેની મતિ વિપરીત થઈ જાય છે. કારણ કે
" दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं, कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति ।
कुन्देन्दी वरपूर्ण चन्द्रकलश श्रीमल्लता पल्लवा नारोप्या शुचिरा शिषुप्रियतमा मात्रेषु यन्मोदते "
હે ! અંધ પુરૂષ માત્ર સમ્મુખ રહેલ દૃશ્ય વસ્તુને. જોઈ શકતા નથી, પરંતુ કામાંધ પુરૂષ તે જે છે તેને ત્યાગ કરતાં જે નથી તેને જોઈ રહે છે, અર્થાત્ તેને વિપરીત ભાસ થાય છે. કારણ કે તે પ્રિયતમાના અશુચિથી ભરેલા અવયવમાં કુંદપુષ્પ, કમળ, પૂર્ણ ચંદ્ર કળશ, ખીલેલ હતા અને પલની ઉપમા આપીને આનંદ પામે છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org