________________
(૧૦) શેઠ– પ્રિયતમા તે ક્યારથી મારું કામ કરવા આવ્યા છે ત્યારથી તેણે મારી તમામ કાળજી દૂર કરી છે. વળી વેપારમાં પણ તે અણધાર્યો એટલે બધે લાભ મેળવે છે કે તેનું કામ મારાથી કે બીજા કેઈ વાણેતરથી ન બની શકે. જે તેનું માન ન જાળવું અને અત્યારે જ તે ચાલતો થાય, તે માટે બધા લાભ ગુમાવવાનો વખત આવે. વળી તે કાંઈ પગાર કે ધનની લાલચથી મારું કામ કરતું નથી. તે શા કારણથી મારું કામ ચલાવ્યા કરે છે, તે હું પણ સમજી શકતો નથી. તે એક નિલભી માણસ છે અને તેથી તેના પર મારે એટલો બધો વિશ્વાસ બેસી ગયા છે કે તે વિશ્વાસપાત્ર માણસ અત્યાર સુધી મને કંઈ જ નથી.
શેઠના વિવેચનથી મોહિની સમજી ગઈ કે – શેઠની લગામ વાણેતરના હાથમાં છે એટલે તેણે વિચાર કર્યો કે– એ વાણેતરને જે હું મારી મેહજાળમાં સપડાવું, તેને શંગાર રસના સરોવરમાં નાક સુધી નિમગ્ન કરૂં. પંચ બાણના પુષ્પબાણથી તેને ઘાયલ કર્યું અને મારા લલિત લાવણ્યની લીલામાં તેને મુગ્ધ બનાવું, એટલે મારી લક્ષ્મીને માર્ગ મોકળો થાય. તે વિના આ મોહિનીનું મનગમતું કામ થવાનું નથી. શેઠ પિતે જ્યારે મારી તાલાવેલીમાં ગાંડાતૂર બની ગયે, તે એના વાશેતરને શે શાકે મારા મેહ મંત્રથી તે મુગ્ધ ન બને? મોહની અરે ! મને બાયલા બનાવનાર ચમત્કારિક માયા ! બસ, આ તારે માટે એક બીજે શિકાર ઉભો થયો છે.
એ પ્રમાણે મોહિની મને રથની માળા ફેરવી રહી હતી. એવામાં અચાનક તેની વિચાર માળાને આ આઘાત લાગવાનું કારણ તે કંઈ પણ કલ્પી શકી નહિ. તેના મગરૂરી ભરેલા વિચારમાં જાણે નિર્બળતા આવી ગઈ હોય, તેમ તેના પૂર્વના ચળક્તા ઉત્સાહને ભંગ થયે. પતે રતિ સમાન રૂપવતી અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org