________________
(૧૭) લક્ષમી સમાન લાવણ્યવતી છતાં આ કામ સાધવામાં તેના અતરને ગેબી આઘાત લાગ્યું. તે છતાં પોતે પિતાને હિમ્મત . આપતાં તે પુન: વિચારની તરંગે પર આવી— ' અરે ! આટલા વખતેથી શેઠ મારી મોહજાળમાં ફસાયે છે, છતાં એ વાણોતર એકવાર મારા આંગણે પગ મૂકવા પણ આવ્યે નથી. ઘણા એવા દઠ પુરૂષો હોય છે કે પાતાળની પદમણીઓ પણ તેમની પાસે પાષાણની પૂતળીઓ જેવી બની જાય છે. અર્થાત તેમના રૂપ, રંગ કે હાવભાવ, તેઓને અંશમાત્ર પણ અસર કરી શકતા નથી. એવા પુરૂષે મહેલો તો આ વાતર નહિ હોય? હા, પણ એ ગમે તે હોય પણ મારા જેવી મદમસ્ત માનિનીના મેહબાણથી તે ઘાયલ થયા વિના રહેશે? પવે મોટા મોટા ઋષિઓ બિચાર, રમણીય રમણીઓના રતિ વિલાસના ગુલામ બનીને તેમની પાસે હાથ જેડી એક પગે ઉભા રહ્યા. વિધાતાએ જે એ માનિનીની મોહિની મૂર્તિ ન બનાવી હોત. તો બસ, પુરૂષો પોતાની મગરૂરી દા કરી શકત. પણ આ તો કામિનીના કટાક્ષ લાગ્યા કે ત્યાંજ નરમ ઘૂસ! કારણ કે
यथाग्निसं निधानेन ઝાલાશે વિછીયતે | धीरोऽपि कृशकायोपि
तथा स्त्रीसभिधौ नरः ॥ એટલે-જેમ લાક્ષા દ્રવ્ય (લાખ) અગ્નિના સંગે ઓગળી જાય છે, તેમ ધીર કે કૃશ ( દુબળ) પુરૂષ પણ સ્ત્રીના સહવાસમાં આવતાં કામાતુર બન્યા વિના રહેતો નથી.
અહા! આમાં સ્ત્રી જાતિનું કેટલું બધું ગૌરવ વર્ણવેલું છે? દુનીયા તરફ નજર નાખતાં પણ ખરેખર ! એમજ દેખાય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org