________________
(૮)
આવે, પણ બધા લેકેની સમક્ષ રાજા પિતેજ તેને એ હુકમ કરે અને પ્રધાન તે હુકમને રાજી ખુશીથી શિરસાવંદ્ય કરી સ્વીકારી લે.”
દુષ્ટસિંહ—મુરબી પ્રચંડસિંહજી ! આપ જે ફરમાવતા હિ, તે એ બિચારા દિવાનને દાવ પેચમાં લેતાં કેટલે વખત લાગવાને હરે, પણ જે જે હો આપને તેમાં છેવટ સુધી સામેલ રહેવું પડશે.”
પ્રચંડસિંહ–“અરે ! પણ આપણે કંઈ કારસ્તાન રચીને તેમાં કયાં એને ફસાવ છે ? માત્ર તે અહીંથી કઈક બહાને દેશાંતર નીકળી જાય એટલે એક તે આપણને એની બીક મટી જાય. વળી તેટલી વખત મામાના પુત્ર જોરાવરસિંહને એ દિવાન પદવી મળે. સદાને માટે તે તે એ પદવીને લાયક પણ નથી; કારણ કે મોટા હોદા પર આવતાં મદથી છલકાઈને તે વખતસર આપણું પણ કાસળ કહાડી નાખે, અત્યારે થોડા વખતને માટે તેને પ્રધાનપદ મળતાં તે આપણે મહાન ઉપકાર માનશે. આપણે નિર્ભય થઈશું અને રાજાને રમાડવામાં પછી કંઈ પણ વિધ્ર નડશે નહિ. કહો આ કામ તમારાથી બની શકશે ?”
દુષ્ટસિંહ–“હા, બહુજ સારી રીતે બનાવી શકીશ. તેવી કેઈ યુતિ શેઠવી પડશે. મહિસાગર ચાલ્યા ગયા પછી જોરાવર સિંહને દિવાનગિરી આપવા રાજા પોતે ખુશી છે એટલે તે બાબત માટે ખટપટ કરવા જેવું કંઈજ નથી, પણ માત્ર દિવાનજી ડાહ્યા થઈને વિદાયગિરી માગે, એવી કંઈ યુકિત પ્રયુક્તિને પ્રબળ પ્રવેગ કરે પડશે.'
એ પ્રમાણે વાત ચીત થયા પછી દુષ્ટસિંહ તેવી યુકિત શોધવા માટે એક બે દિવસ એકાંત કરવાની માગણી કરીને ચાલતે થયે. દુષ્ટસિંહના ગયા પછી પ્રચંડસિંહ વિચાર કરવા લાગ્યા કે—“અહો ! દાવ કેવા સીધા ઉતરતા જાય છે ? રાજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org