________________
(૧૦૭) મત્રી—“હવે આમાંથી તમે શીરીતે છુટી શકશો?' ' પ્રચંડસિંહ–“આપની દયા હોય તે જ અમે છુટી શકીએ.”
મંત્રી—“તે તમારે આ બનાવટી ચીઠ્ઠી બદલ લખી - પવું પડશે. નહિ તે રાજા સુધી આ વાત જશે, તે તમારે બહુજ શેસવું પડશે.”
પ્રચંડસિંહ– “ આપ કહો તેમ અમે લખી આપવાને તૈયાર છીએ.'
પછી મંત્રીના કહેવાથી તેમણે નીચે પ્રમાણે એક ચીઠ્ઠી લખી આપી.
અમારી દુષ્ટ વાસનાને તાબે થઈને અમે પ્રથમ રાજા તથા પ્રધાનને મદિરાપાન કરાવી મતિસાગર મંત્રી પરના આરેપ બદલ તેમના હાથે જે ચીઠ્ઠી લખાવી હતી, તેમાં અમે તેજ ગુન્હેગાર હતા. કારણ કે તીજોરીમાંથી અમુક રકમ અમે પોતે ઉચાપત કરીને મંત્રી પર આરોપ મૂકવાની કોશીશ કરી તેના મકાન પર જતી મુકી. આ બધું કેવળ અમારૂં કારસ્તાન હતું મંત્રીએ રાજ્યનું કદિ પણ બુરું કર્યું નથી. -
- લી. - પ્રચંડસિંહ-રાજે હજૂરી..
દુષ્ટસિંહ-કેટવાલ એ પ્રમાણે લખાવીને મંત્રીએ તેમને મુકત કર્યા. પછી આ બંને ચીઠ્ઠી તેણે એક મજબુત કવરમાં નાખી તેના પર
બહુજ ખાનગી” એટલું શિરનામું કરી અને સીલ મારીને રાજ્યની ખાનગી તિજોરીના એક ખાનામાં મુકી દીધી. . આમ કરવામાં મંત્રીને એ હેતું હતું કે–રાજ્યમાં વખતસર અણધારી ખટપટ જાગે, તે આ એક લેખિત પૂરાવા તરીકે પોતાની નિદોષતા બતાવવાનું કામ આવે.
- સૂર્યનું તેજ વાદળાંથી ઢંકાતું નથી. દુર્જનોના બકવાદથી સજજનમાં ન્યુનતા આવતી નથી. જ્યાં પુણ્યનું પ્રબળ તેજ ચળકી રહ્યું છે, ત્યાં પાપ-તિમિર કદી પણ ફાવી ન શકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org