________________
કમરહસ્ય. માટે ઔષધિ વિષ છે તેમ સમતાની પરમાર્થ ભૂમિ પ્રાપ્ત થયા પછી એ સર્વ વ્યવહારધર્મ વિષ છે.
વ્યવહાર-સમ્યગદર્શનના ક્ષેત્રમાં ઉલિખિત તત્ત્વશ્રદ્ધાન, વ્યવહાર સમ્યગુ-જ્ઞાનના ક્ષેત્રમાં નિરૂપિત શાસ્ત્રાધ્યયન, વ્યવહાર-ચારિત્રના ક્ષેત્રમાં કહેલી શુભમાં પ્રવૃત્તિ, અશુભની નિવૃત્તિ, ત્યાગ, વ્રત, આદિ તથા વ્યવહાર તપના ક્ષેત્રમાં ઉલિખિત પ્રતિક્રમણ (પાપકર્મથી પાછા વળવું), પ્રાયશ્ચિત્ત, પ્રતિસરણ, આલોચન, આત્મનિંદન, ગુરુ આજ્ઞાએ દેષિવન (ગ્રહણ), પરિણામ-વિશુદ્ધિ આદિ સેવે વ્યવહારભૂમિકાવાળી પ્રમાદયુક્ત દશામાં રહેલા સાધક માટે અમૃતકુંભ કહ્યો છે. પરંતુ સમતાની પરમાર્થ ભૂમિકાવાળા અપ્રમત્ત સાધક માટે તે વિષકુંભ બને છે કારણ કે તેમાં કર્તાપણું શેષ રહે છે.
"पडिकमणं पडिसरणं, परिहारो, धारणा णियत्तीय ।
जिंदा गरहा सोही अट्ठविहो होई विसकुंभो ॥" ૨, ત્યાગને ત્યાગ
આચાર્યોના અત્યંત ગંભીર રહસ્યને પરિચય ને હેવાથી શ્રોતા અહીં મૂંઝવણમાં મુકાઈ જાય છે. એક બાજુ પરમપૂજ્ય આચાર્યોના શબ્દ સામે અમે આંગળી પણ ઊંચી કરવાની હિંમત કરી શકતા નથી અને બીજી બાજુ વ્યવહારને સાક્ષાત્ વિરોધ. સર્વ આચારશાસ્ત્રની આજ્ઞા અને તે અનુસાર સકળ ધર્માત્માની પ્રવૃત્તિ ઈન્દ્રિયવિષયને ત્યાગ કરવામાં અને કરાવવામાં હોય છે. તેથી આ વિવેચનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org