________________
સત્ પુરુષાર્થ
૧. હૃદયપરિવર્તન
આગળ વધે તેમ કહેવામાં આવ્યું. પણ આગળ ક્યાં વધવું? અહી પગથી આગળ ચાલવાની વાત, કે અધિક ધનવાન થવાની વાત નથી. અધિક ગુણવાન થવાની વાત છે. તે ગુણ પણ શારીરિક, માનસિક, વાચિક, ચૈતસિક કે બૌદ્ધિક નથી પણ હાર્દિક ગુણેમાં વૃદ્ધિ કરવાની છે.
શારીરિક વેષપરિવર્તન કરવું, શારીરિક તપ કરવું, શરીર તથા ઇદ્રિના વિષયેને ત્યાગ કરે તે સર્વ શારીરિક ગુણ છે, હાર્દિક નથી. “અધિકાધિક તપ તથા ત્યાગ કરું, અધિકાધિક શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરું એવા પ્રકારને સંક૯પ કરે એ માનસિક ગુણ છે, હાર્દિક નથી. શાસ્ત્રીય ભાષામાં બોલવું, મેટી સભાઓને સંબોધન કરવું, જનરંજન કરવું તે વાચિક ગુણ છે, હાર્દિક નથી. શાસ્ત્રીય વાતનું મનનચિંતન કરવું, ધ્યાન કરવું તે ચૈિતસિક (ચિત્ત) ગુણ છે, હાદિક નથી. શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કરવું તે બૌદ્ધિક ગુણ છે, હાર્દિક નથી.
હાર્દિક ગુણ એટલે પ્રેમ, મૈત્રી, પ્રમદ, કરુણા, માધ્યરચ્ય, સંવેગ, વૈરાગ્ય, દયા, ભક્તિ, વૈયાવૃત્ય (સેવા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org