________________
૭ર
કર્મ રહસ્ય મધ્યસ્થતા આ વિષમ વ્યવહાર ન કરે તે માર્દવનમ્રતા ધર્મ છે. વિનય તથા ભક્તિ કરતાં આ માર્દવ વિલક્ષણ ગુણ છે. સમતારૂપ પરિણામવાળાને વ્યવહાર વક્ર હેઈ ન શકે. બાળકવત્ નિર્દોષ વ્યવહાર તેને સ્વભાવ બની જાય છે. તે આર્યત્વ ધર્મ છે. કોઈ વિષયને ત્યાગ તે શૌચ કે સંતોષ નથી. કોઈ પ્રકારના વિકલ્પ ન કરવા, વિધિનિષેધથી ઉપર રહેવું તે સમતાપૂર્ણ સંતેષ ધર્મ છે. તે પ્રકારે સર્વ ગુણોને જાણવા.
હદયવાળા પ્રકરણમાં પ્રેમના નામથી જે કહ્યું છે તે જ ઉત્તરોત્તર વિકસિત તથા વ્યાપક થઈ સમતાનું રૂપ ધારણ કરે છે. તેથી વ્યાપક પ્રેમને સમતા કહેવામાં આવે છે. કોઈ જડ પદાર્થો પર કહેવાતે પ્રેમ આસક્તિ છે. ચેતન પર થતે નિર્દોષ પ્રેમભાવ તે પ્રેમ કહેવાય છે અને સમગ્ર પર થતે પ્રેમ તે સમતા કહેવાય છે. તેથી હદય એ ધર્મને ધારણ કરે છે, મન-બુદ્ધિ ધર્મ ધારણ કરી શકતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org