________________
૬૮
કમરહસ્ય
પરંતુ માર્ગ કંઈ ગંતવ્ય સ્થાન નથી. સાધ્યને ભૂલીને કેવળ સાધનને પકડી રાખવાથી સર્વ સાધકે ત્યાં અટકી પડે છે. છતાં તે સર્વથા નિરર્થક નથી. તે સાધનને વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી વાસનાઓનું શમન તથા વમન અવશ્ય થઈ શકે છે. તેથી તે કેવળ નિરર્થક છે તેવું નથી અને તે અત્યંત સાર્થક છે તેમ પણ નથી. જેમ જેમ વાસનાઓ શિથિલ થતી જાય તેમ તેમ સાધને પણ શિથિલ થવાં જોઈએ. નહિ તે તે પિતે વાસનાનું રૂપ ધારણ કરે છે એ રહસ્યથી અજ્ઞાન સાધક પ્રાયઃ જેમ જેમ ઉપર ઊઠે તેમ તેમ તે સાધનને વધુ વિસ્તાર કરે છે, અને તે તેનું અટકવું છે.
પરંતુ નિશ્ચય અને વ્યવહારની આ સંધિ એવી સૂક્ષ્મ છે કે જે સાધક જરા પણ અસાવધ રહે તે વ્યક્તિ જેમ વિષયત્યાગરૂપ હઠવાદના કૂવામાં પડી મરે છે તેમ લેશ પણ અસાવધ રહેવાથી તે પ્રમાદ તથા સ્વછંદની ખાઈમાં પડી મરે છે. તે બંનેની મધ્યમાં રહેવું તે જ વિવેક માગે છે. જેણે હૃદયની ભૂમિમાં પ્રવેશ કર્યો છે તે આ સમજી શકે છે.
ધર્મને અર્થ સ્વભાવ છે. તે કેવળ ક્રિયા અથવા ત્યાગ નથી. “વધુહા ધમે” ચેતનને સ્વભાવ સમતા તથા શમતા છે. તેથી તે તેને ધર્મ છે. ધર્મ હોવાથી તે તેનું ચારિત્ર છે, અર્થાત્ સહજ આચરણ છે. સમતાને અર્થ છે સર્વ પ્રત્યે સમાન દૃષ્ટિ, અને શમતાને અર્થ છે વિકલ્પની વિશ્રાંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW