________________
ક રહસ્ય કેવી રીતે કરશે ? અભિમાની પરીક્ષા કરી શકતા નથી અને વિનયશીલ પરીક્ષા કરવાનું જાણતા નથી.
વાસ્તવમાં તે પરીક્ષા પેાતાની કરવી જરૂરી છે. વળી પરીક્ષા કરીને જો તે જાણવા પામે કે હું અભિમાની છું,' તા તે પેાતાના અભિમાનને તેડીને વિનયશીલ બની જાય છે, શિષ્ય બની જાય છે. તેને ગુરુ પણ પ્રાપ્ત થાય છે. તે ગુરુ તમારી તન નિકટ છે. શિષ્ય બનવાની કળા જેને આવડે છે તેને ગુરુ પ્રાપ્ત થાય છે. વિનય દ્વારા જ ગુરુની પ્રાપ્તિ થાય છે. વિનય દ્વારા શિષ્યત્વ આવે છે, અભિમાન દ્વારા આવતું નથી. આત્મપરીક્ષા દ્વારા શિષ્યત્વ આવે છે. પર-પરીક્ષા દ્વારા તેની પ્રાપ્તિ થતી નથી.
વિનય દ્વારા શિષ્યત્વ પ્રાપ્ત થતાં ગુરુની પ્રાપ્તિ થાય છે. અને ગુરુ દ્વારા દેશના લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે પછી તત્ત્વષ્ટિ ખૂલે છે. ગુરુ-વિનય વિના તત્ત્વદષ્ટિ પ્રાપ્ત થવી શકય નથી. અને તેમની શરણાગતિ સ્વીકાર્યા વિના સહજાવસ્થા શકય નથી.
" दुर्लभो विषयत्यागः दुर्लभ तत्त्वदर्शनम् । दुर्लभा सहजावस्था सद्गुरो करुणां विना ॥ "
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org