________________
કમરહસ્ય ૨. સર્વાનગતિ
અભિમાનનો અભાવ થવાથી જે નમ્રતા પ્રગટ થાય છે તે વિનયનું સ્વરૂપ છે. જોકે તેને વ્યાવહારિક અર્થ ગુરુજને પ્રતિ કેવળ મસ્તક નમાવવું, તેને પાદસ્પર્શ કરે તે છે. તાત્વિક દૃષ્ટિએ જોતાં જે પ્રકારે સમ્યકત્વના અંગમાં તે નમ્રતા અનુગત છે તે પ્રકારે સળ કારણ ભાવનાઓમાં, દશ ધર્મમાં તેની અનુગતિ જણાય છે.
જેમ તપના પ્રકરણમાં વિનય – નમ્રતાનું સ્થાન અભ્યતર તપમાં બીજે સ્થાને છે, તેમ સળ કારણ ભાવનાઓમાં વિનયના શબ્દથી તથા દશ ધર્મમાં માર્દવ – નમ્રતાના નામથી તેને બીજા નંબરના સ્થાને મૂકવામાં આવ્યું છે. આ ગુણની મહત્તા સ્પષ્ટ પ્રતીતિમાં આવે છે. તેના પર ધ્યાન આપવા જેવું છે. જો કે તવંદષ્ટિ ખૂલી જવાથી વ્યક્તિ સમ્યગદષ્ટિ કહેવાય છે. છતાં એટલા માત્રથી તે વિશુદ્ધ દષ્ટિવાળી કહે વાતી નથી. વિશુદ્ધ પરિણામને સંબંધ જ્ઞાન, શ્રદ્ધા કે પ્રતીતિ સાથે નથી, તેને સંબંધ હૃદય સાથે છે. હૃદયની શુદ્ધિ તે પરિણામની વિશુદ્ધિ છે. સમ્પ્રદર્શનની પાંચ લબ્ધિ. એમાં એનું સ્થાન બીજા સ્થાને છે. તવદષ્ટિ ખૂલવાથી જે હદયનાં દ્વાર ખૂલી જાય છે તે તત્ત્વદષ્ટિ દર્શનવિશુદ્ધિ. અર્થાત્ વિશુદ્ધ તત્ત્વદષ્ટિ કહેવાય છે. હૃદયની આ વિશુદ્ધિ જ વાસ્તવમાં તત્વને સ્પર્શ કહેવાય છે, તેને સમ્યગદર્શનનું અંતિમ લક્ષણ માનવામાં આવ્યું છે.
શ્રદ્ધતિ, પ્રતિ, તિ, સ્પતિ જ સ હૈ શુ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org