________________
વિનય
૬૧ વિપરીત જ્ઞાનાભિમાનીને પોતાના ગુણ તથા અન્યના દો. નજરે પડે છે. તેથી તેનામાં ગુણેની હાનિ અને દેશની વૃદ્ધિ થતી જાય છે. એથી જેનામાં વિનય નથી, જેનું મસ્તક કોઈની સામે નમતું નથી તે અભિમાની છે, તત્ત્વજ્ઞ નથી, તત્ત્વજ્ઞમાં આઠ મદ હેવાની સંભાવના નથી.
આ પ્રકારે નિર્વિચિકિત્સા, વાત્સલ્ય અને સ્થિતીકરણ એ ત્રણ ગુણ તત્વજ્ઞના છે, અભિમાનીના નથી. પિતાને મોટો અને અન્યને નાને નથી જાણતે, સર્વને સમાન માનતે તત્વજ્ઞને એ ગુણ નિર્વિચિકિત્સા છે. ગુણીજને પ્રત્યે પ્રેમને ઉદય થો તથા તેમની સેવા કરવી તે વાત્સલ્ય ગુણ છે. તેમાં દોષીજનના દોષ તેને દોષરૂપે નહિ પરંતુ રાગરૂપે જણાય છે. રોગી પ્રત્યે ગ્લાનિ થતી નથી પણ સહાનુભૂતિ થાય છે. તેને તત્વજ્ઞ ધુત્કારતા નથી પણ આવકરે છે. તત્વજ્ઞ આ પ્રમાણે દોષી વ્યક્તિ પ્રત્યે પ્રેમ તથા સહાનુભૂતિ રાખે છે. તે તેમને વાત્સલ્ય ગુણ છે. તે તેની સેવા કરે છે અને દોષની નિવૃત્તિને માટે અનેક ઉપાયે કરે છે. તે તેમને સ્થિતીકરણ ગુણ છે. તે અભિમાનીમાં સંભવ નથી.
સમ્યગદર્શનના આ ચાર ગુણ વિનયનું રૂપાંતરણ છે. બીજા ચાર અંગે પરસ્પર ઉપકાર કરતા હોવાથી સમતાપૂર્ણ ભાવનાને ઉદય થાય છે. એ આઠે અંગે વાસ્તવમાં હદયગત પ્રેમ તથા સમતાની શાખાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org