________________
કમરહસ્ય પણ ક્રિયાત્મક છે પરંતુ વાસ્તવમાં તે ક્રિયા નહિ પણ ભાવ છે. ૩. ભાવનાનું સ્વરૂપ
ભાવનાનો અર્થ ગુણાનુભૂતિ કે ગુણઅભિવ્યક્તિ નથી. પરંતુ ગુણપ્રાપ્તિની હાર્દિક અભિલાષા છે. ગુણપ્રાપ્તિને માટે હૃદયમાં એક ઊહાપોહ જાગે છે. સેલ ગુણની ઉપલબ્ધિ સાક્ષાત્ તીર્થંકર નામકર્મનું કારણ નથી, પણ તે ગુણેને પ્રાપ્ત કરવા માટેની હાર્દિક અભિલાષા છે. “એ અવસર
ક્યારે આવશે કે હું એ બની જાઉં, એવું બની જાઉં તે કેવું સારું છે ! અરે હું કે અધમ છું! શું મારા જેવા પાપીને પણ આવું સદ્ભાગ્ય પ્રાપ્ત થઈ શકે ? હે ગુરુદેવ, હું આપના શરણમાં આવ્યું છું. મારા પર દયા કરે, આવી પ્રાર્થનાયુક્ત અભિલાષા તથા જિજ્ઞાસા અંદરમાં ઉદય પામે તથા પિતાના દોષે પ્રત્યે નિંદા, વલાનિ તથા ગની (ગુરુ પાસે કથનયુક્ત પ્રાયશ્ચિત્ત) પ્રતીતિ થાય છે. પશ્ચાત્તાપ આદિના પ્રકારે ઉદય થતી પ્રતીત થાય છે. અથવા શરણાગતિ રૂપમાં ઉદય થતી પ્રતીત થાય છે, તે સર્વ ભાવનાઓ છે. પંચત્રોની જે પાંચ પાંચ ભાવનાઓ કહી છે તે સર્વનું આ જ સ્વરૂપ છે. એ સર્વનું સ્થાન હૃદય છે. મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નથી.
આ પ્રકારની ભાવના ભાવવામાં કે કત્વની પ્રતીતિ થાય છે, પરંતુ અભિલાષા પ્રધાન હેવાને કારણે તે ગૌણતા પામે છે. જે કંઈ કર્તુત્વ છે તે અનુપ્રેક્ષાને અંશ છે. તથા જે કંઈ અભિલાષાનું રૂપ છે તે ભાવના છે. અનુપ્રેક્ષામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org