________________
પર
કમ રહસ્ય
કેવળ સંવેદના દ્વારા થાય છે. પ્રેમ, દર્દ, સહાનુભૂતિ, કરુણા વગેરેની સર્વજનપ્રસિદ્ધ પ્રતીતિએ અહીં સંવેદના શબ્દને ધારણ કરે છે.
૨. પ્રેમ
તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં આપણે હૃદયને પ્રેમ દ્વારા લક્ષિત કરી શકીએ છીએ, જોકે જનતામાં પ્રેમ શબ્દની વ્યાખ્યા ઘણી સંકીણ થઈ જવા પામી છે. પરંતુ અર્પી તેા તત્ત્વરૂપે વ્યવસ્થિત નિરૂપણ કરવાથી તેને અ વ્યાપક રહેશે. તેનું સ્વરૂપ જ્ઞાનાત્મક નહિ, પરંતુ ભાવાત્મક છે. તેનુ' સૈદ્ધાંતિક વિવેચન આપણે માતા અને શિશુપ્રેમના ઉદાહરણને લક્ષમાં રાખીને સરળતાથી કરી શકીશું. માતાને પેાતાના ખાળક પ્રત્યે જે પ્રેમ હાય છે તેને એ શબ્દાંકિત કરી શકતી નથી. અને પેાતાના ખાળક પ્રત્યેના પ્રેમ જેવા પ્રેમ તે અન્ય બાળક પ્રત્યે કરી શકતી નથી. તેને તેમ કરવાનું કહેવામાં આવે તે તે તેના શે જવામ આપે? તે એમ તે નહિ કહે કે તમે કહેા છે તેથી હું તે બાળકને મારા ખેાળામાં બેસાડીને પ્રેમને અભિનય કરી શકીશ, પરંતુ પ્રેમ કરવા તે મારા હાથની વાત નથી. પ્રેમ થઈ જાય છે, કરી શકાતા નથી. આપણે જેમ પ્રયત્ન કરીને હાથપગ દ્વારા કાય કરી શકીએ છીએ, જે પ્રકારે પ્રયત્ન કરીને તમે ઇંદ્રિયા દ્વારા વિષયાને જાણી શકે છે, તથા બુદ્ધિ દ્વારા મનનચિંતન તથા નિણૅય કરી શકે છે, તે પ્રમાણે પ્રયત્ન કરીને તમે હૃદયથી પ્રેમ કરી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org