________________
૫૦
કમરહસ્ય દૃષ્ટિએ જોતાં આ કંથી ઉપશાંત થઈ જવું તે અહંકારની ભૂમિનું અતિક્રમણ છે.
એમ થવાથી જે પ્રકારે સમગ્રતાનું સ્વયં ગ્રહણ થઈ જાય છે તે પ્રકારે પૂર્ણ અહંતાનું સંવેદન પણ સાથે સાથે સ્વયં થઈ જાય છે. તેના સ્થાને હું સિદ્ધોની સમાન નિરાકાર આત્માનાં દર્શન કરી રહ્યો છું એવા કાલ્પનિક આત્મદર્શનને સ્વસંવેદન માની લેવું તે ભ્રાંતિ છે. “અહમિદ જાનામિના રૂપમાં બહાર અંદર જે કંઈ પણ દશ્યમાન છે તે સર્વે અનાત્મા છે, તે “અહ”થી વિપરીત છે. ઈદં'ના રૂપમાં ગૃહીત આત્માને અડું કે અહંને અનુભવ માનવે તે ભ્રાંતિ છે.
જેમ કે પ્રેમ, વિનય, ભક્તિ, મૈત્રી, પ્રદ, કારુણ્ય, વૈરાગ્ય, સમતા આદિરૂપ ભાવક જ હૃદય નામની આઠમી ભૂમિકા છે. માતા જે પ્રકારે પિતાના બાળકને પ્રેમ કરે છે તે પ્રકારે અન્ય બાળકને તે પ્રેમ કરી શકતી નથી. કદાચ તેમ કરે છે તે તેને કેવળ અભિનય છે, સાથે પ્રેમ નથી. એ પ્રકારે કેવળ મસ્તક ઝુકાવી દેવું તેને વિનય માની લે, ભગવાનની દ્રવ્યપૂજાને ભક્તિ માની લેવી, હાથપગ દબાવીને હૈયાવૃત્ય માની લેવું, કેઈ દરિદ્રને બે પૈસા આપીને કરણા માની લેવી તે બ્રાંતિ છે. એ સર્વ પ્રેમ, વિનય, ભક્તિ આદિ અભિનય છે, સાચો પ્રેમ, વિનય કે ભક્તિ નથી. હદયથી ઉદ્ભવ થાય છે તે સત્ય છે, હદયવિહીન અભિનયને પ્રેમ, ભક્તિ આદિ માનવું તે ભ્રાંતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org