________________
ભ્રાંતિદર્શન
૪૫
જોકે જગતવાસી ઓ કરતાં તે આગળ છે. છતાં પણ તેણે આ ભૂમિકાને અતિક્રમી નથી. અર્થાત્ હજી ઇઢિયેની પૃષ્ઠભૂમિમાં જ—એના વિષયમાં સ્થિત છે. તેથી ચેતનાશક્તિનું દર્શન થતું નથી. તેમ કરવાને તે પ્રયત્ન જ કરતે નથી કે જેની તિ થકી જ્ઞાનેન્દ્રિય તિર્મય છે અને કર્મેન્દ્રિય કર્મશીલ છે, તેને તેને પરિચય નથી.
૨. અહંત ભગવાનના સમવસરણની બીજી ભૂમિકાનું નામ ખાતિકાભૂમિ. તેને સ્થાને અહીં પ્રાણભૂમિ છે. શરીરમાં ગરમી, સ્કૂર્તિ કે કાન્તિ ઉત્પન્ન કરનાર શ્વાસવાયુ તેનું સ્વરૂપ છે. ઇંદ્રિયની પાછળ સંચારિત ચેતનાની શક્તિને સ્પર્શ કર્યા વગર જે ગસાધનામાં લાગી જાય છે તે યોગી આ ભૂમિમાં અટકી પડે છે. સર્વ હઠગની સાધના દ્વારા પ્રાણને નિરોધ કરીને પિતાને કૃતકૃત્ય માને છે. પેગ દ્વારા પ્રાપ્ત થતી વિચિત્ર લબ્ધિઓ કે રિદ્ધિઓ દૈહિક છે. તે તેના અહં. કારને પુષ્ટ કરે છે અને આગળ વધવામાં બાધક નીવડે છે.
૩. સમવસરણની લતાભૂમિના સ્થાને તૃતીયભૂમિ મભૂમિ છે. ઇદ્રિના માર્ગથી પ્રાપ્ત થતા વિષયેનું મનન કરતા રહેવું તે એનું સ્વરૂપ છે. ઐપ્રિય વિષયની સાથે જે સાધક પ્રાણાયામને ત્યાગ કરીને પ્રથમ તથા બીજી ભૂમિકાને અતિક્રમી જવાની કલ્પના કરે છે તે આ ભૂમિમાં અટકી પડે છે. ગુરુગમે કે આગમ દ્વારા મનનચિંતન કરવામાં તથા ચર્ચાઆદિમાં સંતુષ્ટ થઈ જાય છે તે પિતાની સાધનાને પૂર્ણ માનીને તે જોતિના સ્પર્શથી વંચિત રહી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org