________________
ભ્રાંતિદર્શન અપેક્ષાએ અધિક સૂમ તથા રહસ્યમયી છે. તે જેટલી સૂમ છે તેટલે તેને વિસ્તાર તેના પેટાળમાં પડ્યો છે. તે સર્ષની અંદર મધ્યમાં એક કમલાસન પર મારા ઉપાસ્ય ચેતન મહારાજા વિરાજમાન છે. તે કમલાસન પર વિરાજે છે છતાં કમલ પર પડેલા જળબિંદુની જેમ તે અપૃષ્ટ રહી તેનાથી ચાર આંગળ ઉપર આકાશમાં નિરાલંબ છે. આ આધ્યાત્મિક જગતની અંતરતમ ગુહામાં સ્થિત તે સ્થાન છે, જ્યાં સાધનાની ચાર પદ્ધતિને સંગમ થાય છે. શ્રદ્ધાપ્રધાન ભક્તિમાર્ગ, વિવેકપ્રધાન જ્ઞાનમાર્ગ, ચારિત્રપ્રધાન કર્મમાર્ગ અને તપપ્રધાન સંન્યાસ–આ ચાર માર્ગ છે. તેને હું મારી ભાષામાં હૃદય-ભાવ કહું છું. '
ચાલે, હું તમને એ ચૈતન્ય મહાપ્રભુનાં દર્શન કરાવું પરંતુ સાવધાન રહેજે. ત્યાં સુધી પહોંચવું સરળ નથી. આ ભૂમિઓને પરિહાર કરવાનું છે. જે કોઈ જગાએ અટકી પડ્યા તે જડ જેવા થઈ જશે. આ આઠ ભૂમિએ વાસ્તવમાં એક ફિલ્ટર છે, જેમાંથી પસાર થવાથી કચરે ગળાઈ જાય છે અને કેવળ પ્રજ્ઞા જ શેષ રહે છે. તે કોઈ પણ ભૂમિમાં ભ્રમમાં પડતી નથી. તે કંઈ પણ જોયા વગર એ ચાર માર્ગમાંથી એક માર્ગને બરાબર પકડીને આગળ ચાલે છે. ચૈતન્ય મહાપ્રભુના આ સમવસરણમાં અનેક જ પ્રવેશ કરે છે. પણ કોઈ વિરલા જીવ, મહાભાગ્યવાન અંતિમ ભૂમિમાં પહોંચીને તેમની અમૃતમયી દિવ્યવાણીનું પાન કરે છે. કોઈ પ્રથમ ભૂમિમાં કે બીજી, ત્રીજી આદિ ભૂમિમાં રોકાઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુની આ તાત્વિક સમવસરણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org