________________
ભ્રાંતિદર્શન
tems
dho
n ested font deedless std
૧. સમવસરણ
ચિત્તના સ્વરૂપને વિસ્તૃત પરિચય તથા તેની સાથે અનંત હારમાળાયુક્ત વૈકલ્પિક જગતને પરિચય પણ આપે. અહં અને ઈદ (જ્ઞાતા અને ય) બંનેની વિભક્ત ક્ષુદ્રતાને તથા તે બંનેની પૂર્ણતા, સમગ્રતા, એકતા તથા અખંડતાને પણ પરિચય આપે. હવે હું તમને તમારા એક વૈકલ્પિક જગતની અંદર સ્થિત કઈ એક તાત્વિક અવસ્થાને પરિચય કરાવું છું. તેનું વર્ણન જોકે શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે છતાં તેનું સ્વરૂપ અત્યંત ગહન અને સૂમ છે. શાસ્ત્રમાં અહંત ભગવાનના સમવસરણનું વિસ્તૃત સ્વરૂપ તમે વાંચ્યું હશે. હું ચૈતન્ય મહાપ્રભુના સમવસરણના રૂપમાં તેનું તાત્ત્વિક સ્વરૂપ દર્શાવું છું.
તમારાં ચર્મચક્ષુઓ પર એક પટ્ટી બાંધીને તમે મારી સાથે ચાલવા પ્રયત્ન કરજે, નહિ તે મારું કથન તમને અટપટું, વિચિત્ર લાગશે. કેવળ અત્યંતર દષ્ટિથી જ તેનું દર્શન થવું શક્ય છે. અહીં અસંખ્યાત પરિધિવાળા પૂર્વોક્ત વૈકલ્પિક જગતની ભ્રાંતિ એકબીજાને ઘેરીને રહેલી આઠ ભૂમિ છે. દરેક ભૂમિ પિતાનાથી બહારની ભૂમિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org