________________
અહુ કાર દુન
૩૯
તેમ પાછળને! પદાર્થ છૂટી જાય છે. અનાદિકાળથી ચિત્તની દશા આવી સ ંઘરત હાવાથી આજ સુધી તે સમગ્રતાને પામ્યું નથી, કે આગળ વધી શક્યું નથી. સાધનાને આશ્રય લેવા તે ભૂલ છે એ તેની સમજમાં આવતું નથી. તેની આ અવિદ્યાને શાસ્ત્રમાં મિથ્યાત્વ કહેવામાં આવે છે.
પોતાની આ ભૂલને કારણે તે વિકલ્પાની હારમાળા લગાવીને ક્ષુબ્ધ રહે છે, હુ'મેશા દોડયા જ કરે છે. ઘાંચીના અળદની જેમ રાત્રિદિવસ ચાલતા ડાવા છતાં તે ત્યાં ને ત્યાં જ રહે છે. તે સમગ્રતાથી પૃથક્ કોઈ એક જડ કે ચેતન ક્ષુદ્ર પદાથ ની સાથે ખદ્ધ હોવાથી તેને અહંકાર જાણુવા, કરવા અને ભાગવવાનું સતત કાય કરવા છતાં પણ તૃપ્ત થતા નથી. ઘાંચીના બળદની જેમ તે પેાતાને કેન્દ્રમાં રાખીને એ ક્ષુદ્રની પ્રદક્ષિણા માત્ર કરતા રહે છે પરંતુ તસુભાર પણ આગળ વધતા નથી તે તેની અતૃપ્ત વાસના તથા નિષ્ફળ પુરુષાર્થ છે. જ્ઞાનીજના તેને જાગ્રત કરવા માટે તેના અવળા પુરુષા પર એક હળવેથી ટાપલી મારે છે ત્યારે તે ગરજી ઊઠે છે, તેનું અભિમાન ઘવાય છે. તેમાં એને દોષ નથી. એક તા હારેલા તથા થાકેલા હતા અને આશાવાન હતા કે મને શાખાશી મળશે કે તું તે જગતમાં માટે છે. જ્યારે અહીં તે તેને ખોટે ઠરાવવામાં આવે છે. એ બિચારા ચોંકી ઊઠે નહિ તે શું કરે ? આંધળાને આંધળ કહેવાથી તે વકરે છે તે પ્રકારે અસફળને અસફળ કહેવાથી તે વી, ક્રોધે ભરાય છે. તે તેની અતૃપ્તિ અને નિરાશા અતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org