________________
સંસ્થા આવાં વધુ પુસ્તક બહાર પાડે તે માટે હિંદ તથા પરદેશના કેટલાક મુમુક્ષુઓને આગ્રહ હતે. તે મુજબ (૧) મનમંદિરની મહેલાત, (૨) પુષ્પમાળા, (૩) અનંતને આનંદ બહાર પડી ગયાં અને પૂ. શ્રી જિનેન્દ્રવર્ણી રચિત હિંદી પુસ્તક “કર્મ રહસ્યને ગુર્જર ભાષાનુવાદ બહેનશ્રી. સુનંદાબહેને કર્યો તે આપની સમક્ષ રજૂ કરતાં આનંદ. થાય છે.
અગાઉ શ્રી જિનેન્દ્ર વર્ણએ હિંદીમાં લખેલ પુસ્તક શાંતિપથ-દર્શન ખંડ–૧ ૧૯૮૫માં તથા ખંડ-૨ સન ૧૯૮૬માં બહાર પડ્યા હતા. તેને ગુજર ભાષાનુવાદ બહેનશ્રીએ ઘણું સુંદર, લેકગ્ય ભાષામાં કર્યો હતો અને પુસ્તક ખૂબ આદરને પામ્યાં છે. આ જ પદ્ધતિને અનુસરીને કલકત્તાનિવાસી એક મુમુક્ષુ ભાઈના આર્થિક સહગ તથા ભાવનાને અનુરૂપ આ પુસ્તક બહાર પડે છે. આ પુસ્તક અંગે તેમણે લખેલ પ્રસ્તાવના આપ સૌને પુસ્તકની ઉપગિતાને ખ્યાલ આપશે.
મુખ્ય મથક શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક
સાધન કેબા. જિ. ગાંધીનગર તા. ૧૮-૫–૮૭
શ્રી સત્કૃત સેવા-સાધના કેન્દ્ર
પ્રકાશન સમિતિ વતી હરિલાલ મોહનલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org