________________
૩૨
કર્મ રહસ્ય પદાર્થો છે. તે સવે પરસ્પર સહયોગથી પિતપતાનું કાર્ય કરે છે. જે પ્રકારે મૂલ્યની દષ્ટિએ કોઈ મોટું મશીન છે અને કોઈ તેને વ્યવસ્થિત બાંધવાવાળી નાની પિન છે, છતાં તેને સ્થાને તેનું મૂલ્ય છે, તે પ્રકારે વિષયની દૃષ્ટિએ જોતાં આ વિશ્વમાં ચેતન પદાર્થ અધિક મહત્ત્વપૂર્ણ છે, અને જડ પદાર્થ તુચ્છ છે. છતાં જેમ પિતાના કામના મહત્વની દૃષ્ટિએ જોતાં નાની સરખી પિન પણ મેટા યંત્રની જેમ મહત્ત્વવાળી છે તે પ્રકારે પોતાના કામના મહત્વની દૃષ્ટિએ જોતાં જડ પદાર્થ પણ ચેતન પદાર્થના એટલે જ મહત્ત્વનું છે. જેમ મોટું યંત્ર દૂર કરવાથી આખું કારખાનું ઠપ થઈ જાય છે તેમ પિનને દૂર કરવાથી યંત્ર પણ ચાલી શકે નહિ તે કારખાનું ઠપ થઈ જાય. જે પ્રમાણે ચેતન પદાર્થને દૂર કરવાથી વિશ્વને સર્વ કારભાર ઠપ થઈ જાય તે પ્રમાણે જડ પદાર્થને હટાવી લેવાથી આખા વિશ્વની કાર્યવાહી પણ ઠપ થઈ જાય. ૪. સાગરમાં બિંદુ
અંતરબાહ્ય એકરૂપ આ મહાશૂન્ય અથવા મહાઆકાશમાં ક્યાંય પણ પ્રતિબંધ લગાવવાથી અથવા આંગળી ટેકવવાથી પૂર્વ કે પશ્ચિમ દિશાઓ ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ પ્રતિબંધ દૂર કરવાથી તેની સત્તા જણાતી નથી, કેવળ એક પૂર્ણ અખંડ મહા આકાશ દેખાય છે. તે પ્રકારે અંતરબાહ્ય એકરૂપ આ મહાકાલ અર્થાત્ અનાદિ અનંતકાળના અખંડ પ્રવાહમાં ક્યાંક પ્રતિબંધ લગાવી દેવાથી કે આંગળી રાખવાથી ભૂત, વર્તમાન કે ભવિષ્ય ઉત્પન્ન થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org