________________
સમગ્ર દઈન
૩. પૂર્ણ ઇંતા મહાસત્તા
અહુ'ની પૂર્ણતાનું કથન હુવે પછી કરીશ. અત્રે પ્રથમ ઇદની પૂર્ણતાનું અલ્પ કથન કરું છું. તમે જાગૃતિપૂર્વક સમજવા પ્રયત્ન કરજો કારણ કે સંભવ છે કે તમે કદાચ આવું કથન કયારેય પણ શ્રવણુ કર્યુ· નહિ હાય. તેથી કઈ પણ શંકા વગર સાંભળવા પ્રયત્ન કરો. જો તેમાં તથ્ય લાગે તેા પ્રમાણુ કરો. કદાચ જો આ કથન વ્યર્થ લાગે તે વ્યગ્રતારહિત મને બાળક સમજીને ક્ષમા કરો.
ચર્મચક્ષુ દ્વારા જોવાથી જ્યાં મનુષ્ય, પશુ, સ્ત્રી, પુરુષ, ઇષ્ટ, અનિષ્ટ આદિ ભિન્ન ભિન્ન પદાર્થ દેખાય છે, તે તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં એક અખંડ એકમ દેખાય છે. એક અખંડ પૂર્ણ` મહાસત્તા, એક મહાસાગર, એક વિશાળ નગર, એક મહાવન, એક મોટું કારખાનું દેખાય છે. સમગ્રપણે જોવાવાળી આ સૃષ્ટિને જ હું સમગ્ર કહું છું.
૨૯
જેમ અનંત જળરાશિ સહિત સાગરમાં અનંત તર`ગે છે, તે સાગરમાંથી નીપજે છે, તેના પટ પર લીલા કરે છે, અને વળી તેમાં વિલીન થઇ જાય છે, કોઇ તરંગ નાને તે કોઇ મેાટે હોય છે, પરસ્પર અથડાય છે, તૂટે છે, ફૂટે છે, ગરજે છે, નષ્ટ થઈ જાય છે; તેમ અનત પદાર્થો સહિત આ વિશ્વમાં અનેક જડ-ચેતન પદાર્થો છે જેના પારસ્પરિક સંચેાગોથી આકૃતિએ રચાય છે અને નષ્ટ થઈ જાય છે. તે વિશ્વમાંથી ઉત્પન્ન થાય છે, વિશ્વમાં રમે છે, તેમાં જ વિલીન થાય છે. કોઈ ચેતન છે, કોઈ જડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org