________________
કર્મ રહસ્ય તે વિદ્યા છે, કે જે જ્ઞાનરૂપે કેવળ જ્ઞાનનું રૂપ ધારણ કરે છે. ૨. પૂર્ણતા
“અહ” તથા “ઈદંઆ બંનેને પૂર્ણ જેવાવાળી વ્યક્તિ સર્વજ્ઞ તથા કેવળી કહેવાય છે. સર્વ પદાર્થોને યુગપત્ (એકસાથે) જોવાને કારણે તે સર્વજ્ઞ છે. તથા યને એક અખંડ પૂર્ણ તથા અવિભક્ત જોઈ શકવાને કારણે તે કેવળી છે. “અડું તથા ઈદની આ પૂર્ણતા બે પ્રકારે દશ્યમાન થઈ શકે છે. કોઈની સહાય વગર સ્વયં જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જાણવાથી, તથા શાસ્ત્રાદિની સહાયબુદ્ધિ દ્વારા નિર્ણય કરીને તે જાણી શકાય છે. પ્રથમ પ્રકારને કેવળી કહે છે. બીજા પ્રકારને શ્રુતકેવળી કહે છે. વર્તમાનમાં આપણે કેવળી થઈ શકીએ તેવું નથી પણ શું આપણે શ્રુતકેવળી થઈ શકીએ તેમ પણ નથી ? તેમાં કદાચ તમને કોઈની ટીકાને કે વાણીના કેપને ભેગ બનવાને ભય લાગતું હોય તે હું તમને વિશ્વાસ આપું છું કે જે તમે “અહ” તથા “ઈદને પૂર્ણ તથા અખંડ સ્વરૂપને સમજીને તેને જોવા તથા જાણવાને વ્યવહાર તે પ્રમાણે કરે તે તમે શ્રુતકેવળી બની શકે. ત્યારે વાણી – શારદામાતા તમારા પર કેપિત થવાને બદલે તમને આશીર્વાદ આપશે.
જે શ્રુતજ્ઞાન દ્વારા આત્મા અહં અને તેના વિષયભૂત ય – ઇદને જ શુદ્ધસ્વરૂપે જાણે છે, એક અખંડ પૂર્ણ તથા નિવિક૯પપણે જાણે છે તે કાલેકને પ્રત્યક્ષ કરવાવાળા કેવળી ભગવાન શ્રુતકેવળી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW